પાક.ના હાથમાં આવી ગયો અફઘાન સરકાર નો સિક્રેટ ડેટા

  • September 11, 2021 02:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાલિબાની શાસન ધરાવતા અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને લઈને ચોંકાવનારા સમાચાર બહાર આવ્યા છે અને ધડાકો થયો છે કે અફઘાનિસ્તાનની સરકારનો સિક્રેટ ડેટા પાકિસ્તાનના હાથમાં આવી ગયો છે.

 

એમ માનવામાં આવે છે કે આ સિક્રેટ ડેટા ને પગલે ચિંતા વધી શકે છે અને મોટો ખતરો પણ પેદા થઈ શકે છે. હજુ એક દિવસ પહેલા જ પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનના અર્થતંત્રને નિયંત્રિત કરવા માટે કાબુલ માટે કેટલીક આર્થિક યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી.

 

દરમિયાનમાં એવા સમાચારો બહાર આવ્યા છે કે કાબુલના એરપોર્ટ પરથી અફઘાનિસ્તાનની સરકારના અસંખ્ય ગુપ્ત દસ્તાવેજો ભરીને ત્રણ વિમાનો પાકિસ્તાન તરફ રવાના થઇ ગયા છે. પાકિસ્તાન દ્વારા મોટો ખતરો સર્જાઇ શકે છે તેમ માનવામાં આવે છે.

 

આજે અફઘાનિસ્તાન ની નવી સરકારનો શપથવિધિ સમારોહ યોજાવાનો હતો પરંતુ તે પહેલા જ પાકિસ્તાન દ્વારા મોટી હરકત કરી લેવામાં આવી છે અને તમામ ગુપ્ત દસ્તાવેજો પોતાના કબજામાં કરી લીધા છે. આ તમામ ગુપ્ત દસ્તાવેજો પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ના હાથમાં આવી ગયા છે.

 

પાકિસ્તાનની આ સંસ્થા હિંસક પ્રવૃત્તિઓ ના માર્ગદર્શક તરીકે કામ કરે છે અને ભારત વિરોધી પ્રવૃતિમાં આ સંસ્થા સૌથી આગળ રહી છે અને હવે તાલિબાનની નવી સરકારને પોતાના કંટ્રોલ હેઠળ રાખવાનો પ્રયાસ ખુલ્લી રીતે કરવામાં આવ્યો છે અને એટલા માટે જ ગુપ્ત દસ્તાવેજો લઈ જવામાં આવ્યા છે.

 

સૂત્રો દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે આપવાની સ્થાનની પાછલી સરકાર દ્વારા સમગ્ર ડેટા લાઈવ રાખવામાં આવ્યો હતો કારણકે ઝડપથી સત્તાપલટો થઈ જશે તેવી કલ્પના એમણે કરી ન હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS