કપૂર બહેનોની ચમકદાર ત્વચાનું રાઝ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકડાઉનમાં બોલિવૂડ સેલિબ્રિટી સોશ્યલ મીડિયા પર ઘણા એક્ટિવ હોય છે અને નવી નવી લિસ્ટ બનાવવાનું શીખી રહ્યોના વિડિયો શેર કરી રહ્યા છે ત્યારે એ જાણવું જરૂરી છે કે ઘરેલુ માસ્ક માત્ર કરીના જ નહીં પરંતુ તેની બહેન કરિશ્મા પણ ટ્રાય કરે છે. કરિશ્મા કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે જેમાં કરીના અને કરિશ્મા બંને એક સરખા ફેસ માસ્ક લગાવીને નજરે પડી રહ્યા છે.. આવો જ એક ફોટો શેર કરતા કરિશ્મા એ લખ્યું છે 'પેકિંગ એન્ડ પુટિંગ ટુ ગેધર'. બંને બહેનો  લોકડાઉન ટાઈમ માં પોતાના સ્કિનની કેર કરવામાં લાગી પડી છે અને ફેન્સ સાથે પોતાની રૂટિન પણ શેર કરી રહ્યા છે.

 

આ પહેલા પણ કરીના કપૂરે પોતાની એક પોસ્ટ શેર કરી અને ફેંસને પોતાની ચમકતી ત્વચાનું રાઝ જણાવ્યું હતું. કરીનાને આ ફેસપેક તેની એક ફ્રેન્ડ નિશા સરીને આપ્યો હતો. જેનો ઉપયોગ કરવા માટે તેણે કરીનાને ધન્યવાદ પાઠવ્યા હતા.કરીનાની મિત્રએ પેક બનાવી અને રેસીપી પણ શેર કરી હતી. ચાલો જાણીએ ફેસપેક બનાવવાની પદ્ધતિ.


સામગ્રી 

 

2 ચમચી ચંદન પાવડર

વિટામિન ઈ તેલના બે ટીપાં

ચપટી હળદર પાવડર

દૂધ


લગાવવાની પધ્ધતિ

 

આ તમામ સામગ્રીને મિક્સ કરી ચેહરા પર લગાવો. ત્યારબાદ ઓછામાં ઓછા 20 મિનિટ માટે તેને ચહેરા પર રહેવા દો. ત્યારબાદ પોતાના ચહેરાને સાદા પાણીથી ધોઈ લો. લગાવ્યા બાદ એકદમ સાફ અને નરમ બની જશે, વર્કઆઉટ અને હેલ્થી ખોરાક  સિવાય કરિના કપૂર પોતાની સ્કિનને ચમકદાર બનાવવા માટે ઘરેલુ  ફેસપેકનો ઉપયોગ કરી રહી છે. જો તમે પણ કરેલું પ્રોડક્ટ દ્વારા ત્વચાને મુલાયમ અને ચમકદાર હોય તો કરીને કરી શકો છો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS