જાણો શા માટે ભક્તોને આપવામાં આવે છે અહી અનોખો પ્રસાદ, અને શું છે આ મંદિરનું અદભુત રહસ્ય

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માતાની ૫૧ શક્તિપીઠો માની એક શક્તિપીઠ એટલે કામાખ્યા દેવી મંદિર. કામાખ્યા દેવી મંદિર ચમત્કારિક અને પ્રખ્યાત મંદિરની સાથે તેને તાંત્રિક અને અઘોરીયોનું ગઢ કહેવામાં આવે છે.આ શક્તિપીઠ આસામની રાજધાનીના ગુવાહાટીના દીસપુરથી લગભગ ૭ કિમી દુર અને નીલાંચલ પર્વતથી ૧૦ કિમી દુર આવેલું છે જયારે  કોરોના સમયગાળા દરમિયાન બંધ થયેલા આ મંદિરના દરવાજા હવે ભક્તો માટે ખુલી ગયા છે.તો જાણી લો આ મંદિરની અમુક રસપ્રદ વાતો.

 


કુંડની અહી પૂજા કરવામાં આવે છે 
કામાખ્યા મંદિરને સૌથી જૂનું શક્તિપીઠ કહેવામાં આવે છે. અહી માતા કામખ્યાની પૂજા રિવાજ અને પરંપરા સાથે કરવામાં આવે છે. બધા શક્તિપીઠોમાંથી, ફક્ત કામખ્યા મંદિરને મહાપીઠનો દરજ્જો આપવામાં આવ્યો છે.કામાખ્યા મંદિરમાં દુર્ગા અને અંબે માની કોઈ મૂર્તિ કે અહી કોઈ ચિત્ર નથી. અહીં આવતા શ્રદ્ધાળુઓ મંદિરમાં બનાવેલા કુંડ  ઉપર પુષ્પો અર્પણ કરી કુંડની પૂજા-અર્ચના કરે છે. એવું માનવામાં આવે છે કેજ્યાં માતા સતીનો યોની ભાગ પડ્યો ત્યાં ફૂલોથી ઢંકાયેલા આ કુંડની સ્થાપના કરવામાં આવી છે

 

ભક્તોની લાગે છે લાંબી લાઈનો 
આશક્તીપીથને સૌથી શક્તિશાળીને પીઠ માનવામાં આવે છે. દર વર્ષે અહી ભક્તોની મોટી ભીડ જામે છે અને મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે.પરંતુ દુર્ગાદેલ, પોહન બિયા,  દુર્ગાપૂજા, મનસા પૂજા અને અંબુવાચીના પ્રસંગોએ મંદિરમાં ભક્તોની વિશાળ ભીડ જામે છે જેને સંભાળવી મુશ્કેલ થઇ પડે છે.

 

નદીનું પાણી લાલ બની જાય છે.
માન્યતા અનુસાર બ્રહ્મપુત્ર નદીનું પાણી ત્રણ દિવસ લાલ થઈ જાય છે, તેનું કારણ કામખ્યા દેવી માના માસિક સ્રાવ  છે. જે દર વર્ષે અંબુવાચી મેળા દરમિયાન થાય છે. આ જ કારણને લીધે આ ત્રણ દિવસોમાં ભક્તો મોટી સંખ્યામાં  ઉમતી પડે છે અને તમામ ભક્તોને લાલ રંગના ભીના કપડાને પ્રસાદ રૂપે આપવામાં  આવે છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application