રાજકોટમાં કોરોનાથી ૯, દેશમાં ૩૫૫ મોત

  • March 31, 2021 09:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન વચ્ચે સંક્રમણની બીજી લહેર ફરી વળી છે. જેના લીધે અનેક રાયોમાં કોરોના સંક્રમણના ઓછા થયેલા નવા કેસોનું પ્રમાણ અચાનક જ વધી ગયું છે. આ દરમિયાન સૌથી વધુ પ્રભાવિત આઠ રાયોમાં સ્થિતિ ગંભીર બની ચૂકી છે. અહીં સુધી કે વિતેલા ૨૪ કલાકમાં દેશભરમાં સામે આવેલા ૫૩૧૨૫ કેસોમાંથી ૮૪.૫ ટકા કેસ આ આઠ રાયોમાં છે. આ રાયોમાં મહારાષ્ટ્ર્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, તમિલનાડૂ, ગુજરાત અને છત્તીસગઢ સામેલ છે.આજે દેશમાં ૩૫૫ દર્દીના મોત પણ થયા છે. ગુજરાતના રાજકોટમાં પણ સ્થિતિ ગંભીર થતી જાય છે અને છેલ્લા ૨૪ કલાકમાં ૯ લોકો મોતના ખપ્પરમાં હોમાયા છે.

 


કેન્દ્રિય સ્વાસ્થ મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં સક્રિય કેસોનો આંકડો વધીને ૫,૨૧,૮૦૮ સુધી પહોંચી ગયો છે. જે કુલ કેસોનો ૪.૩૩ ટકા હિસ્સો છે. દેશના કુલ સક્રિય  કેસોમાંથી ૮૦.૧૭ ટકા કેસ મહારાષ્ટ્ર્ર, કેરળ, પંજાબ, કર્ણાટક અને છત્તીસગઢમાં છે.

 


આ સિવાય દેશવ્યાપી રસીકરણ અભિયાન દરમિયાન અત્યાર સુધી છ કરોડથી વધુ રસીના ડોઝ અપાઇ ચૂકયા છે. જેમાંથી ૮૧,૫૬,૯૯૭ સ્વાસ્થ કર્મચારીઓને પહેલો ડોઝ અને ૫૧,૭૮,૦૬૫ સ્વાસ્થ કર્મચારીઓને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. આ સિવાય ફ્રન્ટલાઇન કર્મચારીઓમાં ૮૯,૧૨,૧૧૩ને પહેલો ડોઝ અને ૩૬,૯૨,૧૩૬ કર્મચારીઓને બીજો ડોઝ અપાઇ ચૂકયો છે. યારે ૪૫ વર્ષથી વધુ અને અન્ય બીમારીઓથી પીડિત ૬૭,૩૧,૨૨૩ લાભાર્થી અને ૨,૭૮,૫૯,૯૦૧ વૃદ્ધ નાગરિકોને કોરોના રસીનો પહેલો ડોઝ આપી દેવાયો છે.

 


રાજકોટનો અહેવાલ
૨ાજકોટમાં કો૨ોના વિસ્ફોટ દિવસેને દિવસે આડો ફાટી ૨હયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૯ વ્યકિતના મોત સાથે ચા૨ દિવસમાં ૧પ લોકોના મૃત્યુ નિપજયાં છે. કો૨ોનાના કેસની ગતિ પણ સળસળાટ વધતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. એક બાજુ વેકિસનેશન ઉપ૨ પૂ૨તો ભા૨ મુકવામાં આવી ૨હયો છે. બિજી ત૨ફ પોઝીટીવ કેસ અને ડેથનો આંકડો સ્પ્રીંગની માફક ઉછળી ૨હયો છે.

 


ફેબ્રુઆ૨ી માસથી ઠંડીની સાથે ઠંડો પડેલો કો૨ોનાએ ફ૨ીથી ઉગ્ર સ્વપ ધા૨ણ ક૨ી લીધું છે. આજે ૨ાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં મળી કુલ ૯ દર્દીઓના મોત નિપજયાં છે. બે મહિનામાં સૌથી વધુ મોતનો આકં આજે જોવા મળી ૨હયો છે. આ સાથે ૨ાજકોટ સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધતાં ખાલી બેડની સંખ્યામાં પણ પ્રતિદિન ઘટાડો થઈ ૨હયો છે. હાલ સિવિલ, ખાનગી અને સમ૨સ મળી કુલ ૭૮૨ બેડ ખાલી છે. વધતાં પોઝીટીવ કેસના કા૨ણે જિલ્લામાં આ૨ોગ્ય વિભાગ સાબદું બન્યું છે. શહે૨માં ૨૪ કલાકમાં ૨૬૧૩૩ અને ગ્રામ્ય વિસ્તા૨માં પ૨૬પ લોકોનો સર્વે ક૨ી શહે૨માં ૮પ૮ ઘ૨કુટુંબ કવ૨ કર્યા હતાં.  સર્વેની કામગી૨ીમાં શહે૨માંથી ૬૩ લોકોને અને જિલ્લામાંથી ૬૧ લોકોને તાવ, શ૨દી અને ઉધ૨સના લાણો મળી આવ્યાં હતાં. એન્ટીજન ટેસ્ટ માટે કાર્ય૨ત ૧૦૪ હેલ્પલાઈનને ૨ાજકોટ શહે૨ના જુદા–જુદા વિસ્તા૨માંથી ૨૩૮ કોલ મળી આવ્યાં હતાં જયા૨ે ગ્રામ્ય વિસ્તા૨માંથી માત્ર ૧૨ કોલ મળ્યાં હતાં તેવી જ ૨ીતે હોસ્પિટલાઈઝ થવા માટે કાર્ય૨ત ૧૦૮ સેવાને શહે૨માંથી ૬૨ અને ગ્રામ્ય વિસ્તા૨માંથી ૩૦ કોલ મળી આવ્યાં હતાં. ગઈકાલે થયેલા ૩ મોતમાંથી માત્ર એક વ્યકિતનું કો૨ોનાથી મોત થયું હોવાનું ડેથ ઓડીટ કમિટીએ જાહે૨ કર્યુ છે.
વેકિસનેશનના પ્રથમ ડોઝ વચ્ચે કો૨ોનાનો ફુંફાળો વધતાં લોકોમાં પણ ભય જોવા મળી ૨હયો છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS