કોરોનાની બીજી લહેર માત્ર મહારાષ્ટ્ર નહીં અન્ય રાજ્યોમાં પણ ગંભીર

  • April 03, 2021 09:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કણર્ટિક, પંજાબ, છત્તીસગઢ, તમિલનાડુ ,કેરળ, યુપી ગુજરાત માં પણ હાલત ખરાબ



દેશભરમાં કોરોનાવાયરસ ની બીજી લહેર ફેબ્રુઆરી ના મધ્ય ભાગથી શરૂ થઈ છે અને મહારાષ્ટ્ર રાજ્યની હાલત દિન-પ્રતિદીન વધુ ગંભીર બનતી જાય છે પરંતુ નિષ્ણાંતોએ એમ કહ્યું છે કે ફક્ત મહારાષ્ટ્ર જ નહીં બલકે દેશના અન્ય રાજ્યોમાં પણ બીજી લહેર ની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર દેખાઈ રહી છે.

 


આ રાજ્યોમાં કણર્ટિક પંજાબ છત્તીસગઢ તમિલનાડુ ગુજરાત કેરળ અને યુપી તથા દિલ્હી નો પણ સમાવેશ થાય છે. આ તમામ રાજ્યોમાં મહારાષ્ટ્રની જેમ જ દરરોજ મોટા પ્રમાણમાં નવા કેસ બહાર આવી રહ્યા છે અને મહારાષ્ટ્ર બાદ કણર્ટિકની સ્થિતિ સૌથી વધુ ગંભીર દેખાઈ રહી છે.

 


નિષ્ણાંતોના અહેવાલમાં એવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે મહારાષ્ટ્ર અને બાજુ પર રાખીએ તો દેશના અન્ય ભાગમાં પાછલા 37 દિવસ દરમિયાન 288 ટકા નવા કેસ બહાર આવ્યા છે અને પાછલા સાત દિવસ દરમિયાન એકંદરે કેશ પર નજર કરીએ તો તે 7495 દેખાય છે.

 


આમ મહારાષ્ટ્ર નહી બલ્કે દેશના અન્ય રાજ્યોમાં પણ ભારે ઝડપથી નવા કેસ બહાર આવી રહ્યા છે અને ત્યાં પણ પરિસ્થિતિ ગંભીર બનતી જાય છે. દેશના કુલ કેસ પૈકીના પાંચ ટકા કેસ કણર્ટિકમાં નીકળ્યા છે માટે મહારાષ્ટ્ર પછી કણર્ટિકની હાલત અને સૌથી વધુ ગંભીર જણાવવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS