વેક્સિનેશનનો બીજો રાઉન્ડ: 60 પ્લસ અને 45થી નીચેના ગંભીર રોગથી પીડાતા લોકોને વેક્સિન અપાશે

  • February 26, 2021 06:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, ભારત સરકારે તાજેતરમાં નિર્ણય કર્યો છે કે, કોરોના વોરિયર્સને ભારત સરકાર તરફથી વેક્સિનેશન આપવાનું કામ સમગ્ર દેશમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં પણ આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને બીજા તબક્કામાં કરવાની હતી એ પણ પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પણ 1 માર્ચથી 60 વર્ષથી ઉપરના લોકો અને 45 વર્ષથી નીચેની વયના જે ગંભીર રોગોથી પીડાય છે તેમને વેક્સિનેશનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. હાર્ડ ફીવર, હૃદયને લગતા રોગો, જન્મજાત હૃદયરોગ, હાઈપોટેન્શન, ડાયાબિટીસ હોય કેન્સર સિક્લસેલ, બોનમેરો ફેલ્યોર, એચઆઈવી પ્રકારના રોગોને આઈડેન્ટીફાઈ કરવામાં આવ્યા છે. મેડિકલ ઓફિસર આઈડેન્ટિફાઈડ્ કરે તેવા 45 વર્ષના ઉંમરના લોકોને પણ વેક્સીન આપવામાં આવશે.

 

 

આ માટે એડવાન્સમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. પહેલા અઠવાડિયામાં 500 જેટલા સેન્ટરમાં વેક્સીનેશન શરૂ કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, કઈ કઈ જગ્યાએ વેક્સિનેશન કાર્યક્રમ હાથ ધરાશે તેની વેબસાઇટ પર માહિતી મળશે. આ માટે મોબાઈલ ઉપર રજિસ્ટ્રેશન કરી શકાશે. જોકે એક મોબાઈલ નંબર ઉપરથી ચાર વ્યક્તિઓનું રજિસ્ટ્રેશન કરી શકાશે. આ માટે આધાર કાર્ડ, પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાઈસન્સ છે જેવા ઓળખપત્રો જરૂરી બનશે. ઓન સાઈટ રજિસ્ટ્રેશન પણ કરી શકાશે. સરકારી અને ખાનગી વેક્સીનેશન સેન્ટર ઉપર આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે. નિ શુલ્ક રીતે વેક્સિનેશન કરવામાં આવશે. માત્ર પ્રોસેસિંગ ફી તરીકે 100 રૂપિયા લેવામાં આવશે. ઓનલાઇન પેમેન્ટ ભારત સરકારના એકાઉન્ટમાં જમા કરાવવાનું રહેશે. વેક્સિનેશન પછી સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. આ કામગીરીનો અમલ રાજ્ય સરકાર કરશે. 60 વર્ષથી ઉપરના લોકો સરકારી સેન્ટરમાં જાય તો વિનામૂલ્યે અને ખાનગીમાં જાય તો 100 રૂપિયા પ્રોસેસિંગ ચાર્જ લાગશે. કેન્દ્ર સરકાર નક્કી કરશે તે પ્રકારે ચાર્જ લેવાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS