હોલિવૂડ સ્ટાર સીન કોનેરીનું 90 વર્ષની વયે નિધન, 7 ફિલ્મોમાં બન્યા હતા જેમ્સ બોન્ડ

  • October 31, 2020 07:57 PM 759 views

જેમ્સ બોન્ડના પાત્રને ફિલ્મમાં ભજવનાર દિગ્ગજ એક્ટર સીન કોનેરીનું નિધન થયું છે. 90 વર્ષીય એક્ટર બહામસમાં હતા. તેમના પરીવારે આ વાતની પુષ્ટિ કરી છે. ગત રાત્રે ઊંઘમાં જ સીન કોનેરીનું નિધન થયું હતું. સીન 7 ફિલ્મોમાં બોન્ડનો રોલ ભજવી ચુક્યા છે. તેમની આ ફિલ્મોમાં Dr No (1962), From Russia With Love (1963), ગોલ્ડફિંગર (1964), થંડરબોલ (1965), You Only Live Twice (1967), ડાયમંડ્સ આર ફોરએવર (1971), નેવર સે નેવર અગેન (1983)નો સમાવેશ થાય છે. 

સીનને ઓસ્કર એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. તેમને ધ અનટચેબલ્સ ફિલ્મમાં આઈરિશ પોલીસમેનના રોલ માટે ઓસ્કર મળ્યો હતો. આ સિવાય તેને ત્રણ ગોલ્ડન ગ્લોબ્સ અને બે બાફતા એવોર્ડ મળ્યા હતા. સીન કોનેરીએ  the Last Crusade, Indiana Jones, The Hunt for Red October જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application