કેકેવી ચોકમાં ખેતલા આપા ટી સ્ટોલ સહિત ૧૨ દુકાનો સીલ

  • April 28, 2021 03:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ ભયજનક હદે પ્રસરી રહ્યું હોય તેમ છતાં અનેક દુકાનદારો કોરોના ગાઈડલાઈનનો ભગં કરીને માસ્ક પહેર્યા વિના વેપાર–ધંધા કરતા હોય તેમજ પોતાની દુકાને ગ્રાહકોના ટોળાં એકત્રીત થવા દેતા હોય તેમની સામે હવે સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે. લગાતાર એક સાહથી સિલિંગ ઝુંબેશ ચાલુ છે તેમાં મુખ્યત્વે ચાની હોટેલો અને પાનની દુકાનો જ સીલ કરવામાં આવતી હતી પરંતુ હવે અન્ય ચીજવસ્તુઓની દુકાનો પણ ધડાધડ સીલ કરવામાં આવી રહી છે. નવા નિયમ મુજબ સીલ કરાયેલી દુકાનોના સીલ સાત દિવસે જ ખૂલશે. દરમિયાન આજે કાલાવડ રોડ પર કેકેવી ચોકમાં આવેલી ખેતલા આપા ટી સ્ટોલ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં ૧૨ દુકાનો સીલ કરાઈ હતી તેમજ રેંકડીઓ જ કરવામાં આવી હતી.

 

 

કાલાવડ રોડ પર કેકેવી ચોકમાં આવેલી ખેતલા આપા ટી સ્ટોલ, રૈયારોડ પર જય નકળગં પાન એન્ડ ટી સ્ટોલ, અમર સેલ્સ એજન્સી, યુનિ. રોડ પર જોગમાયા પાન એન્ડ ટી સ્ટોલ, ગુંદાવાડી મેઈન રોડ પર ખોડિયાર સોડા સેન્ટર, અટીકામાં મહાકાળી સમોસા સેન્ટર સહિતની ૧૨ દુકાનો સાત દિવસ સુધી સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત નાણાવટી ચોક, પરાબજાર અને હોસ્પિટલ ચોકમાંથી ખાણીપીણીને તેમજ ફળફળાદીની રેંકડીઓ જ કરવામાં આવી છે. આ વિસ્તારો ઉપરાંત નવા ભળેલા ગામોમાં માધાપર સહિતના વિસ્તારોમાં પણ ચેકિંગ રાઉન્ડ લેવામાં આવ્યો હતો. દબાણ હટાવ શાખા, વિજિલન્સ પોલીસ શાખા સહિતના સ્ટાફ દ્રારા આ કામગીરી કરવામાં આવી હતી.

 

 


ડેપ્યુટી કમિશનર એ.આર. સિંહે જણાવ્યું હતું કે, શહેરના કોઈપણ વિસ્તારમાં આવેલી દુકાનો બહાર ગ્રાહકોના ટોળાં એકત્રીત થયેલા જોવા મળશે કે પછી વેપારી કે ત્યાં આગળ ખરીદી કરવા આવેલા ગ્રાહકે માસ્ક પહેર્યું ન હોય તો કોઈપણ ચમરબંધીની શેહશરમ રાખ્યા વિના તુરતં જ દુકાન સીલ કરી દેવામાં આવશે.  

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS