વેપારી–ગ્રાહકે માસ્ક પહેર્યું ન હોય તેવી ૧૨ દુકાનો સીલ

  • April 27, 2021 02:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડેપ્યુટી કમિશનર એ.આર.સિંહ ત્રાટકયા: ૪૮ કલાકમાં ૨૮ દુકાનો સીલ: હવે સાત દિવસે જ સીલ ખોલાશે

 


રાજકોટ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ ભયાનક હદે પ્રસરી ગયું હોય હવે મહાપાલિકા તત્રં આક્રમક બન્યું છે. છેલ્લા એક સાહથી ત્યાં આગળ ટોળાં એકત્રીત થતા હોય તેવી ચાની હોટેલો, પાનની દુકાનો તેમજ અન્ય દુકાનો સીલ કરવાની ઝુંબેશ ડેપ્યુટી કમિશનર એ.આર. સિંહના માર્ગદર્શન હેઠળ ચાલુ હતી. યારે આજથી માસ્કનું સઘન ચેકિંગ કરાયું છે અને કોઈપણ દુકાનમાં વેપારી કે ગ્રાહકે માસ્ક પહેર્યું નહીં હોય તો દુકાન સીલ કરવામાં આવશે તેવો આદેશ કરાયો હતો તેની ચૂસ્ત અમલવારી શરૂ કરાઈ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરી દુકાનદાર વેપારી અને ત્યાં આગળ ખરીદી કરી રહેલા ગ્રાહકે માસ્ક પહેયુ ન હોય ૧૨ દુકાનો સીલ કરવામાં આવી હતી. યારે ગઈકાલે રવિવારે ટોળાં એકત્રીત થતી હોય તેવી ૧૬ દુકાનો સીલ કરવામાં આવી હતી.

 

 


વિશેષમાં મહાપાલિકાના સૂત્રોએ જાહેર કરેલી વિગતો મુજબ આજે માસ્ક અંગે સઘન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. ડેપ્યુટી કમિશનર એ.આર. સિંહના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં ટૂકડીઓ ત્રાટકી હતી જેમાં દુકાનદાર વેપારી તેમજ ખરીદદાર ગ્રાહકે માસ્ક પહેર્યું ન હોય તેવી દુકાનો શોધી–શોધીને સીલ મારવામાં આવ્યું હતું જેમાં  (૧) રૈયારોડ પર શિવમ નાઈલોન ખમણ (૨) કુવાડવા રોડ પર સોમનાથ પાન એન્ડ કોલ્ડ્રીંકસ (૩) મહાકાળી રોડ પર સેમસગં એન્ટરપ્રાઈઝ, (૪) પેડક રોડ પર ગજાનન ફેશન (૫) પેડક રોડ પર ખોડિયાર પુસ્ક ભંડાર (૬) પારેવડી ચોકમાં જોલી હેર સલૂન (૭) પેડક રોડ પર સાંઈનાથ ટેલિકોમ એન્ડ કલર હાઉસ (૮) વિધાનગર મેઈન રોડ પર નંદલાલા ડિલક્ષ પાન એન્ડ કોલ્ડ્રીંકસ, (૯) ભાવનગર રોડ પર ગજાનન સેલ્સ (૧૦) આઈશ્રી ખોડિયાર પાન એન્ડ કોલ્ડ્રીંકસ–વિધાનગર મેઈન રોડ તેમજ (૧૧) શાહ બેન્ડસ–ભાવનગર રોડ તેમજ અન્ય એક શો–રૂમ સહિત કુલ ૧૨ દુકાનોનો સમાવેશ થાય છે. આ તમામ દુકાનોમાં બેઠેલા વેપારીઓ અને ત્યાં આગળ ખરીદી કરી રહેલા ગ્રાહકોએ માસ્ક પહેર્યા ન હતા તેથી તમામ દુકાનોને સાત દિવસ સુધી સીલ મારી દેવામાં આવ્યું છે.

 

 


સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગઈકાલે રવિવારના દિવસે પણ ચેકિંગ ઝુંબેશ ચાલુ રાખવામાં આવી હતી અને યાં આગળ ટોળાં એકત્રીત થતા હોય તેવી દુકાનો સાત દિવસ સુધી સીલ કરવામાં આવી હતી જેમાં (૧) શિવ પાન–રાજનગર ચોક, (૨) જૂનાગઢવાળા ડિલક્ષ પાન–બાલાજી હોલ પાસે (૩) એ–વન ડિલક્ષ પાન–બાલાજી હોલ પાસે (૪) આઈશ્રી ખોડિયાર હોટેલ–રૈયા રોડ (૫) જય અંબે ટી સ્ટોલ–કનક રોડ (૬) મધુવન કોલ્ડ–ગુંદાવાડી મેઈન રોડ (૭) પ્રકાશ એજન્સી–૮૦ ફટ રોડ (૮) આશાપુરા પાન–યુનિ. રોડ, (૯) તુલસી પાન એન્ડ ટી સ્ટોલ–સિલ્વર ગોલ્ડ રેસીડેન્સી પાસે (૧૦) પ્લેઝર કલર લેબ–કનક રોડ, (૧૧) પેરેડાઈઝ પાન–ગોંડલ રોડ (૧૨) સંજરી નોનવેજ–રામનાથપરા (૧૩) શકિત ટી સ્ટોલ–ભગવતીપરા (૧૪) કૃષ્ણમ ટી સ્ટોલ–કુવાડવા રોડ (૧૫) કૃષ્ણમ ડીલક્ષ પાન–કુવાડવા રોડ (૧૬) યાર પાન ભગવતીપરાનો સમાવેશ થાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS