રાજકોટમાં કાળઝાળ ગરમી અને પરસેવાના રેલા ઉતારતો બફારો

  • May 24, 2021 05:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભેજનું પ્રમાણ વધી ગયું: આકાશમાં અપર લેવલે વાદળો


રાજકોટમાં ઉનાળાની કાળઝાળ ગરમી સહન કરતા લોકોએ આજે બફારાનો પણ અનુભવ કર્યેા છે આજે સવારથી આખો દિવસ પરસેવાના રેલા ઉતરે એવો બફારો લોકોએ અનુભવ્યો છે.

 


આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા થઈ ગયું હતું દિવસનો પ્રારભં ૨૯ ડિગ્રી લઘુતમ તાપમાન સાથે થયો હતો અને જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેમ બપોરે મહત્તમ તાપમાનનો પારો ૩૯ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો આકરો તાપ અને બફારો લોકો માટે અસહ્ય બની ગયો હતો.

 


કોરોના ની વર્તમાન પરિસ્થિતિ માં માસ્ક પહેરવા નું ફરજિયાત છે અને ઉનાળાની ગરમી તથા બફારાએ લોકોની સહનશકિત ની પરીક્ષા લીધી હતી માસ્ક ન પહેરે તો દડં ભોગવવો પડે અને કોરોના ની ઝપટમાં આવી જવાની બીક રહે અને પહેરી રાખે તો બફારા અને ગરમીમાં સ્વાસ કેમ લેવો એ મોટી સમસ્યા બની ગઇ હતી. આજે આકાશમાં અપર લેવલ વાદળો જોવા મળ્યા હતા અને તેના કારણે બફારાનું પ્રમાણ વધી ગયું હતું.

 


સામાન્ય રીતે પવનની ગતિ ૬થી ૮ કિલોમીટરની હોય છે પરંતુ આજે એ વધીને પંદર કિલોમીટર થઈ ગઈ હતી. પવન બફારો અને ગરમીના કારણે જનજીવન ત્રાહીમામ પોકારી ગયું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS