કોરોના પછી વિજ્ઞાનીઓને વધુ એક મહામારીનો ખતરો, Disease X થી 7.5 કરોડ લોકોનાં મોત થવાની ચિંતા

  • March 12, 2021 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રાણીઓની કોઈ પણ પ્રજાતિ આ બીમારીનો સ્ત્રોત હોઈ શકે છે: નવો રોગ ઇબોલા જેવો જ ઘાતકહાલ આખી દુનિયા કોરોના વાયરસ થી છૂટકારો મેળવવા માટે મથી રહી છે. એવામાં વૈજ્ઞાનિકોએ કોરોનાથી પણ ઘાતક વાયરસ અંગે ચેતવણી ઉચ્ચારી છે. વૈજ્ઞાનિકોનું માનીએ તો નવા ઘાતક વાયરસથી દુનિયામાં 7.5 કરોડ લોકોનાં મોત થઈ શકે છે. આ વાયરસનું નામ ડિસીઝ એક્સ છે. વૈજ્ઞાનિકોએ કહ્યુ છે કે આ બીમારી ઈબોલાની જેમ ઘાતક સાબિત થઈ શકે છે.

 


એક ચેનલના અહેવાલ પ્રમાણે હેલ્મહોલ્ટઝ-સેન્ટરના ડોક્ટર જોસેફ સેટલે ધ સન ઑનલાઇનને જણાવ્યું કે, પ્રાણીઓની કોઈ પણ પ્રજાતિ આ બીમારીનો સ્ત્રોત હોઈ શકે છે. જોકે, આ બીમારીના સ્ત્રોતની સંભાવના ત્યાં વધારે છે જ્યાં ઉંદર, ચામાચીડિયા જેવી પ્રજાતિ વધારે છે. તેમણે કહ્યું કે આ પ્રજાતિઓેની અનુકૂલન ક્ષમતા પર આધાર રાખે છે.
સંશોધકોએ કહ્યુ કે હાલ આ બીમારી અંગે વધારે માહિતી મળી નથી પરંતુ આ અજાણી બીમારી આગામી મહામારી બની શકે છે. આનો એક દર્દી કોંગોમાં મળ્યો છે. એ દર્દીને ખૂબ તાવ હતો સાથે જ ઇન્ટરનલ બ્લિડિંગ થઈ રહ્યું હતું. તેણે ઇબોલાનો ટેસ્ટ કરાવ્યો હતો પરંતુ તે નેગેટિવ આવ્યો હતો.

 


વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન નું અનુમાન છે કે દર વર્ષે આ બીમારીના આશરે એક અબજ કેસ સામે આવી શકે છે. લાખો લોકોનાં મોત પણ થઈ શકે છે. વૈજ્ઞાનિકોને ડર છે કે આગામી મહામારી બ્લેક ડેથથી પણ ખરાબ હોઈ શકે છે, જેમાં 7.5 કરોડ લોકોનાં મોત થયા હતા. ડિસીઝ એક્સ વાયરસ આનાથી પણ વધારે ખતરનાક સાબિત થઈ શકે છે.

 


વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે કોરોના વાયરસ પછી પણ આગામી સમયમાં માનવજાતિએ દર પાંચ વર્ષે સ્વાસ્થ્ય સંકટનો સામનો કરવો પડી શકે છે.EcoHealth Alliance પ્રમાણે દુનિયામાં હયાત 1.67 મિલિયન અજ્ઞાત વાયરસમાંથી 8,27,000 પ્રાણીઓમાંથી મનુષ્યોમાં પ્રવેશ્યા છે.

 


બર્ડ ફ્લૂ,SARS, MERS, Nipah  અને યલો ફીવર તમામ વાયરસ પહેલા પ્રાણીઓમાં ઉત્પન્ન થયા હતા. જે બાદમાં મનુષ્યોમાં પહોંચ્યા હતા. હાલ દુનિયાભરમાં ફેલાયેલો કોરોના વાયરસ તેનું ઉત્તમ ઉદાહરણ છે. પ્રાણીઓમાંથી મનુષ્યમાં પહોંચનારી આ બીમારી એ વાતનું ઉદારણ છે કે કેવી રીતે આખી માનવજાત પર સંકટ ઊભું થઈ શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS