ઇશ્વરિયા પાર્કમાં સાયન્સ સિટીનો પ્રોજેકટ સપ્ટેમ્બરમાં પૂરો થઈ જશે: રાજકોટને મળશે એક નવીનતમ ભેટ

  • June 14, 2021 05:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાર્ક હજુ ચાલુ નહીં કરાય: અન્ય મહત્વના પ્રોજેકટની પણ કલેકટરે જે તે વિભાગ સાથે કરેલી સમીક્ષા

 


રાજકોટ શહેરની ભાગોળે જામનગર રોડ પર માધાપર ચોકડી નજીક આવેલ ઇશ્વરિયા પાર્કમાં આધુનિક સાધનોથી સ સાયન્સ સેન્ટર બનાવવાનો પ્રોજેકટ છેલ્લા ઘણા વર્ષેાથી ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ તરફથી આ માટેની પૂરતી ગ્રથં લાંબા સમયથી મળી ગઇ હોવા છતાં એક યા બીજા કારણોસર પ્રોજેકટ પૂરો થવામાં જોઈએ તેટલી ઝડપ આવતી નહોતી છેલ્લા થોડા સમયથી આ પ્રોજેકટ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને આગામી સપ્ટેમ્બર માસમાં તે પૂરો થઈ જશે.

 


સાયન્સ સીટીના આ પ્રોજેકટ માટે આજે જિલ્લા કલેકટરે જે તે વિભાગના ટોચના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.આ ઉપરાંત ઈશ્વર્યા પાર્ક નો હવાલો સંભાળતા પ્રાંત અધિકારી સાથે બેઠક કરી હતી કોરોના હળવો થયો છે પરંતુ આમ છતાં ઈશ્વર્યા પાર્ક હજુ ચાલુ કરવામાં નહીં આવે પરંતુ આ પાર્કમાં બોટિંગ માટે પાણી અને અન્ય જે નાના–મોટા પ્રશ્નો છે તેની ચર્ચા કરવામાં આવી હતી.

 


કલેકટર કચેરીમાં આજે આખો દિવસ જાણે સમીક્ષા બેઠકનું રહ્યો હોય તેમ જામનગર રોડ પર માધાપર નજીક બંધાતા કોર્ટ બિલ્ડિંગના પ્રોજેકટ બાબતે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે કલેકટરે બેઠક કરી હતી જનાના હોસ્પિટલના પ્રોજેકટ માટે સિવિલ હોસ્પિટલના ડોકટરો સાથે બેઠક કરી હતી આ ઉપરાંત એઈમ્સ પ્રોજેકટ માટે પ્રાંત અધિકારી અને અન્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી આ તમામ પ્રોજેકટના લેખાંજોખાં લેવાયા બાદ એ ઝડપથી પૂરા કરવા માટે સુચના આપવામાં આવી છે.

 


પ્રતિ મિનિટના ૫૦૦ લિટર ઓકિસજન ઉત્પાદન કરવાની ક્ષમતાવાળા પ્લાન્ટ એકાદ સાહમાં ગુજરાત સરકાર તરફથી રાજકોટને મળી જશે આ બંને પ્લાન્ટના ઇનસ્ટોલેસન બાબતે પણ આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS