ધોરણ 9 અને 11માં માસ પ્રમોશન: 70 માર્ક્સના આધારે પરિણામ તૈયાર થશે

  • April 24, 2021 08:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પરીક્ષામાં પાસ થવા માટે ખૂટતા માર્ક સિદ્ધિ ગુણ અને કૃપા ગુણ આપીને પૂર્ણ કરાશે: આચાર્ય મહત્તમ 10 કૃપા ગુણ આપી શકે તે જોગવાઈ આ વર્ષ પૂરતી રદ્દ કરવામાં આવી

 


ગુજરાતમાં કોરોના મહામારીના પગલે ફરી એકવાર સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. મે મહિનામાં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ધોરણ 1થી9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ હવે માર્કશીટ તૈયાર કરવા અંગેની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જેમાં ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓની 50 ગુણની પ્રથમ કસોટી અને 20 ગુણ આંતરિક મૂલ્યાંકનના મળીને કુલ 70 માર્ક્સને આધારે પરિણામ તૈયાર કરવામાં આવશે. પરીક્ષામાં પાસ થવા માટે ખૂટતા માર્ક સિદ્ધિ ગુણ અને કૃપા ગુણ આપીને પૂર્ણ કરાશે. આચાર્ય મહત્તમ 10 કૃપા ગુણ આપી શકે તે જોગવાઈ આ વર્ષ પૂરતી રદ્દ કરવામાં આવી છે. જેથી વિદ્યાર્થીને પાસ થવા માટે ખૂટતા ગુણ આચાર્ય કૃપા ગુણ તરીકે આપી શકશે.

 

 


ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત બાદ શિક્ષણ બોર્ડે પરિણામ તૈયાર કરવા માટે માપદંડ નક્કી કયર્િ હતા. શાળાઓ દ્વારા પ્રથમ પરીક્ષા લેવાઈ છે, દ્વિતિય અને વાર્ષિક પરીક્ષા લેવાઈ શકી નથી. એવામાં ધોરણ 9 અને ધોરણ 11ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓના આંતરિક મૂલ્યાંકન માટે સામાયિક કસોટીના 10 ગુણ, નોટબુક સબમિશનના 5 ગુણ, સબ્જેક્ટ એનરિચમેન્ટ એક્ટિવિટીના 5 ગુણ એમ કુલ 20 ગુણ નક્કી કરવામાં આવ્યા છે. આ મુજબ શાળાઓ દ્વારા આંતરિક મૂલ્યાંકનનું ગુણાકન કરવાનું રહેશે.

 

 


ધોરણ 11 સામાન્ય પ્રવાહ માટે ટર્મ પેપર-સ્વાધ્યાયના 10 ગુણ, પુસ્તકાલયમાંથી ઉપયોગી પુસ્તકના અવલોકનના 5 ગુણ અને પ્રોજેક્ટ્સના 5 ગુણ મળીને 20 ગુણનું ગુણાંકન કરવાનું રહેશે. આમ પરિણામ તૈયાર કરવા માટે પ્રથમ પરીક્ષાના 50 ગુણ અને આંતરિક મૂલ્યાંકનના 20 ગુણ એમ કુલ 70 ગુણની પરીક્ષાઓ યોજાયેલી છે. આ 70 ગુણમાંથી મેળવેલા ગુણને 100 ગુણમાં રૂપાંતરિત કરીને પરિણામ તૈયાર કરવાનું રહેશે. જેથી વિદ્યાર્થીને રૂપાંતરિત થયા બાદ વિષયમાં 33 કરતા વધુ ગુણ આવે તો તેને પાસ જાહેર કરાશે પરંતુ 33 કરતા ઓછા ગુણ હોય તો દરેક ટકા દીઠ 1 ગુણ તેમ વધુમાં વધુ 15 ગુણની મયર્દિામાં રહીને પાસ થવા માટે ખૂટતા ગુણ આપી શકાશે. આવો લાભ એક કે વધુ વિષયમાં આપી શકાશે. માર્કશીટમાં તે વત્તા કરી અલગથી દશર્વિવાના રહેશે. આમ, સિદ્ધિ ગુણ મેળવનાર વિદ્યાર્થી રેન્કને પાત્ર રહેશે પરંતુ તે કુલ ગુણની ગણતરીમાં લેવાશે નહીં.

 

 


સિદ્ધિ ગુણ પછી પણ વિદ્યાર્થી પાસ ના થાય તો તેને ઉપલા ધોરણમાં બઢતી માટે ખૂટતા જરૂરી માર્ક્સ શાળાના આચાર્ય કૃપા ગુણ કરીકે આપી શકશે. નિયમ મુજબ આચાર્ય વધુમાં વધુ 10 કૃપા ગુણ આપી શકે છે પરંતુ 2020-21 માટે કૃપા ગુણની મયર્દિા રદ્દ કરવામાં આવી છે. જેથી આચાર્ય ખૂટતા હોય તેટલા કૃપા ગુણ આપી શકશે.
આ કૃપા ગુણ અલગથી દશર્વિવાના રહેશે. જે વિષયોની પરીક્ષા વર્ષમાં એક જ વાર લેવાતી હોય અને આ વખતે નથી લેવાઈ તે વિષયના આંતરિક 20 ગુણને 100માં રૂપાંતરિત કરીને ગ્રેડ તરીકે દશર્વિાના રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS