દિલ્હીમાં સ્કૂલો બંધ: મધ્યપ્રદેશમાં લોકડાઉન લંબાવાયુ

  • April 02, 2021 09:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હીમાં ચોવીસ કલાકમાં 2800 કેસ: મધ્યપ્રદેશના 13 શહેરમાં દર રવિવારે લોકડાઉન યથાવત

 


દેશમાં કેટલાક રાજ્યોમાં કોરોનાવાયરસ મહામારીએ ભારે ચિંતા જગાવી દીધી છે અને દરરોજ મોટી સંખ્યામાં નવા કેસ બહાર આવી રહ્યા છે અને સખત પગલાંઓ ની શરૂઆત થઈ ગઈ છે. મધ્યપ્રદેશમાં પણ સ્થિતિ બગડી રહી છે અને અહીં ચાર શહેરોમાં લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે.

 


એજ રીતે દિલ્હીમાં પણ કોરોનાવાયરસ મહામારીએ ફરીથી માથું ઊંચકી લીધું છે અને છેલ્લા 24 કલાક દરમિયાન અહીં 2800 નવા કેસ બહાર આવ્યા છે અને સ્કૂલો બંધ કરાવી દેવાની ફરજ પડી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા આજે મહત્ત્વની મિટિંગ મળવાની છે જેમાં વધુ કેટલાક આકરા નિયમો અંગે નિર્ણય લેવાય તેવી શક્યતા છે.

 


મધ્યપ્રદેશમાં પરિસ્થિતિ ઝડપથી બગડી રહી છે અને છેલ્લા 24 કલાક દરમિયાન 2500 થી પણ વધુ રાકેશ બહાર આવ્યા છે અને 12 દર્દીઓ ના મૃત્યુ થઈ ગયા છે. અહીંના છીનદ વાડા, રતલામ, ખામગામ અને બેતુલ જિલ્લાઓમાં લોકડાઉન પહેલા નાખવામાં આવ્યું હતું અને હવે ત્યાં તેને લંબાવી દેવામાં આવ્યું છે.

 


આ ઉપરાંત મધ્યપ્રદેશના 13 જેટલા શહેરોમાં દર રવિવારે લોકડાઉન લગાવવામાં આવેલું છે અને તેમાં કોઈ છૂટછાટ આપવામાં આવી નથી અને ત્યાં આ પગલું દેખાવ જ રાખવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર ની જેમ મધ્યપ્રદેશ ની હાલત પણ સતત ખરાબ થઈ રહી છે.

 


દરમિયાનમાં દિલ્હીમાં પણ ફરીથી આ મહામારીએ માથું ઉસકી લીધું છે અને છેલ્લા 24 કલાક દરમિયાન અહીં 2800 નવા કેસ બહાર આવ્યા છે અને નવું દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે. દિલ્હીમાં હવે સક્રિય દર્દીઓની સંખ્યા 10 હજારને પાર થઇ ગઇ છે અને સ્કૂલો પણ બંધ કરાવી દેવામાં આવી છે.

 


આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા હાઇ લેવલ ની બેઠક બોલાવવામાં આવી છે અને તેમાં હજુ કેટલાંક નિયમો અંગે નિર્ણય થવાની શક્યતા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS