રેવડી : ઘરનું ઘર, ફોરવ્હીલ હશે તેને પણ મફત અનાજ આપવાની યોજના

  • August 02, 2023 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આવક મર્યાદા જેવી અનેક બાબતોમાં મોટા પાયે છૂટછાટના નિર્ણયો: નાણા વિભાગમાં મોકલાયેલી ફાઈલ




નેશનલ ફડ સિકયુરિટી એકટ (એનએફએસએ) અંતર્ગત રાયના લાખો પરિવારને દર મહિને ૧૦ કિલો ઘઉં, ૫ કિલો ચોખા, દાળ સહિતની ચીજ વસ્તુઓ સંપૂર્ણપણે વિનામૂલ્યે રાય સરકાર દ્રારા આપવામાં આવી રહી છે. કોરોના કાળમાં ચાલુ કરવામાં આવેલી આ યોજના સમયાંતરે સતત લંબાવવામાં આવી રહી છે અને ગુજરાત સરકાર તેમાં હવે એક ડગલું આગળ વધવા માંગે છે. ગઈકાલે પુરવઠા વિભાગના સચ વિે ગાંધીનગર ખાતે રાજકોટ બનાસકાંઠા પાટણ ગાંધીનગર અમદાવાદ સહિત રાયના અનેક જિલ્લાના જિલ્લા પુરવઠા અધિકારીઓને બોલાવી એનએફએસએ યોજનામાં સરકાર મોટા પાયે ફેરફાર કરવા જઈ રહી હોવાના નિર્દેશો આપ્યા હતા અને જિલ્લા પુરવઠા અધિકારીઓ પાસેથી તેના સૂચનો મંગાવ્યા હતા.





ગુજરાત સરકારની માં અન્નપૂર્ણા યોજના કોરોના સમયગાળાથી એનએફએસએમાં વિલીન કરી દેવામાં આવી છે. એનએફસી યોજનામાં અત્યારના આવકના માપદડં મુજબ લાભાર્થી પરિવારની વાર્ષિક આવક .૧,૦૦,૦૦૦ થી વધુ ન હોવી જોઈએ.પરંતુ હવે તેમાં મોટો સુધારો આવી રહ્યો છે અને પિયા દોઢથી પોણા બે લાખની વાર્ષિક આવક મર્યાદા નક્કી થાય તેવું જાણવા મળે છે.





આવો બીજો મહત્વનો સુધારો એવો થઈ રહ્યો હોવાનું જાણવા મળે છે કે  વિધવાઓ, ત્યકતાઓ, નિરાધાર, કમાવા માટે અશકત, કાયમી અને ગંભીર બીમાર વ્યકિતઓને પણ આ પ્રકારનો લાભ આપવામાં આવશે.





જે પરિવારને ઘરનું ઘર હોય અથવા તો ફોરવીલ વાહન હોય તેવા કિસ્સામાં મફત અનાજ યોજનાનો લાભ મળતો નથી. પરંતુ ઘણી વખત ટેકસી ડ્રાઇવરો, ટ્રક ડ્રાઇવરો પણ આ વ્યાખ્યામાં આવી જતા હોય છે. આવા વર્ગને અલગથી તારવીને તેમને લાભ આપવામાં આવે તેવી દરખાસ્ત તૈયાર થઈ છે. આવી જ રીતે ઘરના મકાનમાં પણ સંયુકત કુટુંબ, કાનૂની વિવાદ જેવા અનેક મુદ્દાઓ ધ્યાનમાં રાખી તેવા મુદ્દાઓને અપવાદપ ગણીને લાભ આપવા માટે ભલામણ કરવામાં આવશે. જોકે આવા કિસ્સામાં સંબંધિત અધિકારીઓના પ્રમાણપત્ર જેવી વ્યવસ્થા લાગુ કરવામાં આવશે.





ગાંધીનગરના સત્તાવાર સાધનોનો આ બાબતે સંપર્ક સાધતા તેઓ હાલના તબક્કે કશુ કહેવા તૈયાર નથી પરંતુ આવું કશું થઈ રહ્યું છે. સંપૂર્ણ વિગતો સાથેની દરખાસ્ત આગામી દિવસોમાં નાણા વિભાગમાં મોકલવામાં આવશે અને ત્યાંથી લીલી ઝંડી મળ્યા બાદ સતાવાર જાહેરાત કરાશે તેમ કહી રહ્યા છે.  



કોરોનામાં મૃત્યુ પામેલા સસ્તા અનાજના વેપારીઓને ખાસ સહાયની શકયતા
કોરોનાના ખરાબ સમયમાં અને તેમાં પણ ખાસ કરીને સેકન્ડ વેવમાં જીવના જોખમે દુકાનો ખુલ્લી રાખી સમાજના ગરીબ અને નબળા વર્ગના લોકોને અનાજનું વિતરણ કરનાર સસ્તા અનાજના વેપારીઓને સરકારે કોરોના વોરિયર્સ ગણ્યા હતા. મેડિકલ ફિલ્ડ સહિતના અન્ય કોરોના વોરિયર્સના મૃત્યુના કિસ્સામાં તેના પરિવારને પિયા ૨૫ લાખની સહાય આપવામાં આવી છે. આ મુજબ અમને પણ સહાય મળવી જોઈએ તેવી સસ્તા અનાજના વેપારીઓ લાંબા સમયથી માગણી કરી રહ્યા છે.રાજકોટ શહેર જિલ્લાના ૧૦ અને રાયના ૬૪ સસ્તા અનાજના વેપારીઓએ કોરોનામાં જીવ ગુમાવ્યા છે. આ તમામના પરિવારોને પણ સહાય આપવી જોઈએ તેવી વાતો ગઈકાલની મિટિંગમાં અધિકારીઓએ કરી હતી અને જો તે નાણા વિભાગ મંજૂર કરશે તો સસ્તા અનાજના વેપારીઓને ૨૫ લાખ નહીં તો થોડા ઘણા પણ સહાય પેટે મળશે એવું લાગી રહ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application