સૌરાષ્ટ્ર્રના ૮ ડેમોમાં નવા નીર ૩૩ જળાશયો ઉપર વરસાદ

  • June 19, 2021 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અડધોથી અઢી ફુટ નવું પાણી આવ્યું: ડેમ સાઈટસ ઉપર અડધાથી સાડાત્રણ ઈંચ વરસાદ નોંધાયો: રાજકોટના આજી–૧, ન્યારી–૧, ન્યારી–૨, ભાદર–૧ અને લાલપરીની સપાટી યથાવત


ચોમાસાના પ્રારંભે છૂટાછવાયા ઝાપટાં વરસતા આઠ જળાશયોમાં અડધોથી અઢી ફટ નવા નીરની આવક થઈ છે. યારે રાજકોટ મહાનગરપાલિકાને પીવાનું પાણી પુરું પાડતા જળાશયોની સપાટી યથાવત રહી છે. યારે ૩૨ જળાશયો ઉપર અડધાથી ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે.

 


રાજકોટ સિંચાઈ વિભાગના કન્ટ્રોલ રૂમના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાક દરમિયાનમાં (૧) કર્ણુકી ડેમમાં ૦.૬૬ ફટ (૨) બ્રાહ્મણી ડેમમાં ૦.૨૦ ફટ (૩) ફોફળ–૨ ડેમમાં ૨.૪૯ ફટ (૪) ઉંડ–૧માં ૦.૫૨ ફટ (૫) ઘી ડેમમાં પોણો ફટ (૬) કાબરકા ડેમમાં ૨.૩૦ ફટ (૭) ત્રિવેણીઠાંગા ડેમમાં ૦.૬૬ ફટ અને (૮) લીંબડી–ભોગાવો–૨ ડેમમાં ૦.૬૬ ફટ નવા નીરની આવક થઈ છે.

 


સૂત્રોએ ઉમેર્યું હતું કે, ૩૨ જળાશયો ઉપર અડધાથી ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે જેમાં ઘોડાદ્રોઈ ઉપર ૨૦ મીમી, બંગાવડી ઉપર ૩૦ મીમી, બ્રાહ્મણી–૨ ઉપર ૫ મીમી, ડેમી–૩ ઉપર ૧૫ મીમી, ફોફળ ઉપર ૧૫ મીમી, આજી–૧ ઉપર ૫ મીમી, આજી–૩ ઉપર ૨૦ મીમી, સોડવદર ઉપર ૧૦ મીમી, મોતીસર ઉપર ૧૫ મીમી, ફાડદગં બેટી ઉપર ૩૦ મીમી, છાપરવાડી–૧ ઉપર ૨૫ મીમી, કરમાળ ઉપર ૮ મીમી, જામનગર–દ્રારકા જિલ્લામાં સસોઈ ડેમ ઉપર ૪૦ મીમી, પન્ના ઉપર ૨૦ મીમી, સપડા ઉપર ૨૦ મીમી, ફલઝર ઉપર ૩૦ મીમી, વીજરખી ઉપર ૨૫ મીમી, ફોફળ–૨ ઉપર ૧૦ મીમી, ઉંડ–૩ ઉપર ૧૦ મીમી, આજી–૪ ઉપર ૫ મીમી, ઉંડ–૧ ઉપર ૧૦ મીમી, કંકાવટી ઉપર ૧૫ મીમી, ઉંડ–૨ ઉપર ૨૮ મીમી, રૂપાવટી ઉપર ૩૦ મીમી, ઉમિયા સાગર ઉપર ૧૦ મીમી, જામખંભાળિયાના ઘી ડેમ ઉપર સૌથી વધુ ૮૫ મીમી, સોનમતી ઉપર ૨૦ મીમી, કાબરકા ઉપર ૨૪ મીમી, વઢવાણ–ભોગાવો–૨ (ધોળીધજા) ડેમ ઉપર ૫ મીમી, વાંસલ ડેમ ઉપર ૪૫ મીમી, ત્રિવેણીઠાંગા ડેમ ઉપર ૨૫ મીમી, લીંબડી–ભોગાવો–૨ (વડોદ) ડેમ ઉપર ૨૩ મીમી, નિંભણી ડેમ ઉપર ૩૦ મીમી વરસાદ છેલ્લા ૨૪ કલાક દરમિયાનમાં નોંધાયો છે.

 


રાજકોટ મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટને પીવાનું પાણી પુરુ પાડતા આજી–૧, ન્યારી–૧, ન્યારી–૨, ભાદર–૧ અને લાલપરી તળાવ સહિતના જળાશયોની સપાટી યથાવત છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS