ડરેલા પાકિસ્તાનને ફરી ભારતના હુમલાનો ડર

  • February 14, 2020 11:14 AM 17 views

પાકિસ્તાન ફરી તણાવમાં છે. તેને લાગે છે કે ભારત થોડા દિવસોમાં કાર્યવાહી કરી શકે છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવકતા આએશા ફાકીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે ઈમરાન ખાન સરકારને આવો ડર છે. જોકે, તેનું કારણ તેઓ ના જણાવી શકયા. ફાકીએ કહ્યું કે તુર્કીના રાષ્ટ્ર્રપ્રમુખ રિસેપ તૈયપ એર્દેાગાન પાકિસ્તાનના પ્રવાસ પર છે, આ પ્રવાસ દરમિયાન ભારત બેજવાબદાર કાર્યવાહી કરી શકે છે.


પાકિસ્તાનના પ્રવકતાએ ડર વ્યકત કરવાની સાથે ધમકી પણ આપી દીધી. ફાકીએ કહ્યું કે ભારત સરકાર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરશે તો પાકિસ્તાન તેનો યોગ્ય જવાબ આપશે. તેમણે કહ્યું કે તુર્કી કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સ્ટેન્ડનું સમર્થન કરે છે, તે ભારતને હજમ નથી થતું.


રાજસ્થાનમાં ગેસનો બાટલો ફાટવાના કારણે ૯ ઘાયલ ફાકીએ ભારતથી વધુ એક ડરનો ખુલાસો કર્યેા છે. આ અમેરિકા સાથે થનારી ડિફેન્સ સિસ્ટમ પર થનારી ડીલ છે. તેમણે કહ્યું કે મીડિયા રિપોટર્સ મુજબ અમેરિકાના રાષ્ટ્ર્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ૧.૮ અબજ ડોલરમાં એર ડિફેન્સ સિસ્ટમ વેચવાની મંજૂરી આપી છે, જે યોગ્ય નથી. પાકિસ્તાન મુજબ તેનાથી દક્ષિણ એશિયામાં હથિયારોનો વેપાર શ થઈ શકે છે.

 

  • એર ડિફેન્સ સિસ્ટમથી ગભરાયું પાકિસ્તાન

આ પહેલા રશિયા સાથે પણ ભારતે –૪૦૦ મિસાઈલ સિસ્ટમની ડીલ કરી છે. જેના પર પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો હતો, પણ મોદી સરકાર ટસથી મસ ના થઈ. રશિયાએ આ જ સોદો તુર્કી સાથે પણ કર્યેા છે. ભારતે આ ટેકનોલોજી માટે રશિયાને ૬૦૦૦ કરોડ પિયાનો પહેલો હો આપી દીધો છે અને તે સમય વિડયા વગર તેને પોતાની યુદ્ધ સામગ્રીમાં સમાવવા માગે છે. આ મિસાઈલ સિસ્ટમ ૩૮૦ કિલોમીટરની રેંજમાં જેટસ, જાસૂસી પ્લેન, મિસાઈલ અને ડ્રોન્સથી નિશાન લગાવી શકે છે. ૪૦ હજાર કરોડ પિયાનો આ સોદો દુનિયાની સૌથી મોટી ડિફેન્સ ડીલમાં સમાવિષ્ટ્ર છે.