રેસકોર્સ રિનોવેશનમાં જૂના પથ્થર વાપરવાનું કૌભાંડ ઝડપાયું

  • June 15, 2021 08:35 PM 

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૨માં આવેલા રેસકોર્સ ગાર્ડનમાં વોક–વેના રિનોવેશનના કામમાં નવા ધોલપુરી સ્ટોન નાખવાના બદલે જૂના પાથરી દીધા હોવાનું વોર્ડ નં.૨ના ભાજપના કોર્પેારેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય મનિષભાઈ રાડિયાના ધ્યાને આવતા તેમણે આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલનો સંપર્ક કરી સમગ્ર મામલો તેમના ધ્યાન પર મુકયો હતો ત્યારબાદ બન્નેએ સ્થળ પર જઈને ચકાસણી કરતા નવાના બદલે જૂના સ્ટોન વાપરવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. દરમિયાન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કોન્ટ્રાકટર એજન્સી આર.કે. કન્સ્ટ્રકશનને નોટિસ આપી તેની સામે જરૂરી કાર્યવાહી કરવા ઈજનેરોને આદેશ કર્યેા હોવાનું જાણવા મળે છે.

 

 

વિશેષમાં આ અંગેની વિગતો જાહેર કરતા વોર્ડ નં.૨ના કોર્પેારેટર મનિષભાઈ રાડિયા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, રેસકોર્સ સંકૂલમાં ગાર્ડનમાં આવેલા વોક–વે પર જરૂરિયાત મુજબ નવા ધોલપુરી સ્ટોન નાખવાના હતા તેના બદલે ઉપરોકત કોન્ટ્રાકટર એજન્સીએ ૨.૮૬ લાખની કિંમતના જૂના ધોલપુરી સ્ટોન ફીટ કરી દીધા હતા. આ બાબત સ્ટેન્ડિંગ કમિટી સભ્ય રાડિયાના ધ્યાનમાં આવી જતા તેમણે વોર્ડ નં.૨ના બાંધકામ શાખાના ડેપ્યુટી ઈજનેર પાસેથી વિગતો મેળવી હતી અને સ્ટેન્ડિંગ ચેરમેન તેમજ સિટી ઈજનેરને સ્થળ પર રૂબરૂ બોલાવી એજન્સીના સંબંધિત જવાબદારોને બોલાવતા તેમણે નવાના બદલે જૂના સ્ટોન ફીટ કર્યાનું સ્વીકાર્યું હતું !
દરમિયાન હવે એજન્સી સામે ધોરણસરની કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે જેમાં હાલના તબકકે નોટિસ અપાઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application