રાજકોટની ત્યકતાને ગર્ભવતી બનાવી લનો ઇનકાર કરી દેનાર સાવરકુંડલાનો શખસ ઝબ્બે

  • July 27, 2021 05:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બે માસ પૂર્વે સાવરકુંડલા ગયા બાદ ત્યકતાને કહી દીધું લ પણ નથી કરવા, બાળક પણ નથી જોઈતું

 


કોરોનાકાળ સમયે વૃદ્ધાના બંગલામાં હોમ કેર દરમિયાન પરિચિય થયા બાદ સાવરકુંડલાના શખસે રાજકોટમાં રહેતી ૨૭ વર્ષીય ત્યકતાને લની લાલચ આપી ગર્ભવતી બનાવ્યા બાદ લનો સાફ ઈન્કાર કરી દીધો હતો.આ અંગે ગાંધીગ્રામ–૨ પોલીસમાં ફરીયાદ નોંધવવામાં આવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપી સંજય ઉર્ફે બિપિનને સકંજામાં લઇ લીધો છે.

 


૨૭ વર્ષીય ત્યકતાએ નોંધાવેલી ફરિયાદના આધારે આધારે પોલીસે સાવરકુંડલાના આરોપી સંજય ઉર્ફે બીપીન નાનજી ધમલ સામે દુષ્કર્મ અને વિશ્વાસઘાતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ ૨૦૧૭ માં તેના લ થયા હતા, બે વર્ષ બાદ છુટાછેડા થઈ ગયા હતા. ત્યારથી એકલી રહે છે. દસેક માસ પહેલા કોરોના કાળ દરમ્યાન સાધુ વાસવાણી રોડ પર આવેલા એક બંગલામાં વૃદ્ધાનું ધ્યાન રાખવાના કામે રહ્યા હતા. તે વખતે તે બંગલામાં વૃદ્ધનું ધ્યાન રાખવા માટે સંજય આવતો હતો. ત્યારે બંને વચ્ચે પરીચય થયા બાદ પ્રેમ સંબધં બંધાયો હતો. આરોપી તે વખતે રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે રહેતો હતો.પરંતુ મકાનનું ભાડુ વધારે હોવાથી ત્યકતાએ જ તેને પોતાના ઘરની બાજુમાં મકાન ભાડે અપાવી દીધું હતું.

 


બાદમાં સંજયે તેની સાથે ટુંક સમયમાં લ કરવાની વાત કરતા બંને પતિ પત્નીની જેમ રહેવા લાગ્યા હતા.દરમિયાન તેણી ગર્ભવતી થતા લ કરવાની વાત કરતા આરોપીએ બાળક થઈ જાય પછી લ કરવાની વાત કરી હતી. આ પછી પણ જુદા જુદા બહાના બતાવી લની વાત ટાળી રહ્યો હતો.

 


બે માસ પહેલા સંજય સાવરકુંડલા જાઉં છું બે દિવસમાં પાછો આવી જઈશ તેમ કહીં નીકળ્યા બાદ આજસુધી પરત આવ્યો નથી.બાદમાં ત્યકતાએ સંપર્ક કરતા પરત આવવાના બહાના આપતો હતો.પણ પરત આવ્યો ન હતો.બાદમાં સંજયે તેને એક દિવસ મારે તારી સાથે લ કરવા નથી, બાળક પણ જોઈતું નથી, તેમ કહી દેતા અંતે ત્યકતાએ પોતાની માતાને આપવિતિ કહી હતી.બાદમાં પોલીસ કમિશનરને અરજી કરી હતી. જેના આધારે ગાંધીગ્રામ–૨ પોલીસે ગુનો દાખલ કર્યેા હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.પી.આઈ એસ.એસ.ચાવડાની રાહબરીમાં પીએસઆઇ એ.બી.વોરા તથા તેમની ટીમે તપાસ હાથ ધરી ત્યકતા સાથે વિશ્વાસઘાત કરનાર સંજય ઉર્ફે બીપીનને સકંજામાં લઇ લીધો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS