૯ માર્ચે રણજીની ફાઇનલ મેચમાં બંગાળ સામે સૌરાષ્ટ્ર ટકરાશે

  • October 28, 2020 11:34 AM 

૯ માર્ચે રણજીની ફાઇનલ મેચમાં બંગાળ સામે સૌરાષ્ટ્ર ટકરાશે

એન્કર : રણજીની ફાઇનલ મેચમાં બંગાળ સામે સૌરાષ્ટ્ર ટકરાશે, જયદેવ ઉનડકટ અને ચેતેશ્વર પૂજારાએ પ્રેસ કોન્ફર્ન્સ સંબોધી, બંગાળ સામે વિજય પ્રાપ્ત કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો

રાજકોટ ખાતે રણજી ટ્રોફીની મેચો રમાઈ રહી છે ત્યારે સૌરાષ્ટ્રની ટીમે સેમિફાઇનલમાં ગુજરાતને 92 રને હરાવી સાતમી વાર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટે સિઝનની સૌથી વધુ 65 વિકેટ ઝડપી તરખાટ મચાવ્યો હતો. ત્યારે સેમીફાઈનલમાં વિજય મેળવ્યા બાદ 9  માર્ચના રોજ રણજીની ફાઇનલ મેચમાં બંગાળ સામે સૌરાષ્ટ્ર ટકરાશે. ત્યારે તે પહેલા જયદેવ ઉનડકટ અને ચેતેશ્વર પૂજારાએ પ્રેસ કોન્ફર્ન્સ સંબોધી હતી. ત્યારે જયદેવ ઉનડકટે જણાવ્યુ હતું કે અમારો ટોપ ઓર્ડર થોડો સ્ટ્ર્ગલ કરતો હતો પરંતુ ચેતેશ્વરના આવવાથી અમારી બેટિંગ લાઇનપ ચેન્જ થઈ જાય છે અને અમે અલગ રીતે જ રમતા હોય છે. ત્યારે ચેતેશ્વર પૂજારાએ પણ જણાવ્યુ હતું કે અમે અત્યાર સુધી રમ્યા છીએ તે જ પ્રમાણે રમત રમીશું. અને અમે સતત બે વખત ફાઇનલમાં પહોચ્યા છીએ તો ચોક્કસ અમે વિજય મેળવી શકીશું. અને હોમ ગ્રાઉન્ડમાં સારું પ્રદર્શન કરી બંગાળ સામે વિજય મેળવીશુ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો...


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS