ભાવનગર કરતાં સૌરાષ્ટ્રનું કાશ્મીર વધુ ગરમનો સીલસિલો જળવાયો

  • March 27, 2021 09:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગરમાં  સિઝનનું સૌથી વધુ ૩૮ પોઇન્ટ ૧ ડિગ્રી તાપમાન સામે મહુવા  ૩૯ પોઇન્ટ ૪  ડિગ્રી તાપમાન સાથે ગુજરાતમાં પાંચમા સ્થાને રહયું                          

 

 

માર્ચ માસના અંતિમદિવસો અને ફાગણ માસના બીજા અઠવાડિયા ના છેલ્લા દિવસોમાં કાળઝાળ ઉનાળાની ઝાંખી થતી હોય તેમ ભાવનગર માં આડત્રીસ પોઇન્ટ એક ડિગ્રી અને  બંદરીય નગર ગણાતા અને સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે ઓળખાતા મહુવા ઓગણચાલીસ પોઇન્ટ ચાર ડિગ્રી સાથે ભાવનગર કરતા વધુ ગરમ મથક વધુ એકવાર બન્યું છે           

 

 ભાવનગરમાં શુક્રવારે  આડત્રીસ પોઇન્ટ એક ડિગ્રી જેવી આકરી ગરમી પડી હતી ટૂંકી છતાં વર્તમાન સિઝનનું આ સૌથી વધુ તાપમાન નોંધાયું હતું હજી બે દિવસ પહેલાજ ભાવનગરે સિઝનનો સૌથી હોટેસ્ટ દિવસનો અનુભવ કર્યો હતો  હજીતો ફાગણ માસ અડધો બાકી છે ત્યાં આવી ગરમી પડેછે તો પછી ચૈત્ર અને વૈશાખ  માસમાં કેવી ગરમી પડશે તેની કલ્પના કરતા પરસેવો વળવાનું પ્રમાણ વધી જાય છે        સાંજના ભાગે કે સવારના ભાગે તો પવનના કારણે થોડી રાહત રહે છે પરંતુ  અગિયારવાગ્યા બાદ તો ગરમી વધતીજ જાય છે.એક્યુવેધર વેબસાઈટ માં શુક્રવારે બપોરે એક થી ચાર વાગ્યાના સમય દરમિયાન લગભગ ૩૯ ડિગ્રી કરતા વધુ તાપમાન નોંધાયું હતું  

 

 

ભાવનગર તો આવો આકરો તાપ સહન કરેજ છે ત્યાં બંદરીય નગર ગણાતા મહુવામાં પણ મહત્તમ તાપમાન ઓગણચાલીસ પોઇન્ટ ચાર ડિગ્રી નોંધાયું હતું  આ સાથે મહુવાએ રાજ્યના પ્રથમ પાંચ સ્થળોમાં  નંબર મેળવ્યો હતો  ચાલુ સીઝનમાં આવું વધુએક વખત બન્યું હતું શિયાળા સમયે પણ મહુવા દસથી વધુ વખત ભાવનગર કરતાં વધુ ઠંડુ નગર બન્યું હતું તેમ ઉનાળાના  પ્રારંભ કાળમાં પણ આ સિલસિલો જાળવી રાખ્યો છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ભુક્કા કાઢી નાખે તેવી ગરમી પડવાની શક્યતા છે ટૂંકમાં આ ઉનાળો વધુ આકરો રહે તેવી પૂરેપૂરી શકયતા છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS