સૌરાષ્ટ્ર બન્યું સુનકાર: ગામેગામ થાળી-તાળીનાદ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર દેશમાં કોરોનાને લઈને જનતા કર્ફયુની વડાપ્રધાન મોદીની અપીલને દેશભરના લોકોએ સમર્થન આપી સમગ્ર દેશની સાથે ગુજરાત અને સૌરાષ્ટ્ર પણ લોકડાઉનમાં જોડાતાં શહેર, નગર, ગામડાઓની શેરી-ગલીઓ સૂનકાર બની હતી. તો સાંજના પાંચ વાગ્યાની સાથે જ વડાપ્રધાનની અપીલને ધ્યાનમાં રાખી કોરોના સામે સેવાવ્રત કરનાર લોકોનું અભિવાદન કરવા માટે સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓએ થાળી વગાડી જબરું અભિવાદન કર્યું હતું.
ઉના
કોરોના વાયરસને પ્રસરતો રોકવા અને કોરોનાના મહારોગ સામે લડવા વડાપ્રધાને જનતા કર્ફયુ રાખવાની જનતાને કરેલી અપીલને ઉના શહેર અને તાલુકામાં સજ્જડ પ્રતિસાદ મળ્યો હતો. નાનામાં નાના વેપારી ચા તથા પાનના ગલ્લાઓથી માંડી તમામ વેપારીની દુકાનો તથા શાકમાર્કેટો પણ બંધ રહી હતી અને શહેરના દરેક ધાર્મિક મંદિરો પણ બંધ રહ્યા હતા અને લોકોએ સ્વૈચ્છાએ જનતા કર્ફયુને અમલ કરીને ઘણ બહાર નહીં નીકળી અને ગ્રામ્ય વિસ્તારોના લોકો પણ શહેરમાં નહીં આવતાં શહેરના રોડ સૂમસામ-સુમકાર રહ્યો હતો.
આ આખા સમય દરમિયાન શહેરમાં કોઈપણ કાંઈ બનાવ ન બને તે માટે શહેરમાં પોલીસે પેટ્રોલિંગ કરેલ. આ જનતા કર્ફયુમાંથી આવશ્યક સેવાઓને બાકાત રાખીને આવશ્યક સેવાઓ શ‚ રાખવામાં આવેલ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS