શનિવારનો દિવસ કઈ રાશિ માટે છે શુભ અને કોના માટે લાવશે સમસ્યા જાણવા વાંચો રાશિફળ

  • May 23, 2020 08:58 AM 414 views

 

મેષ

તબીયત બાબત અનુકુળતાઓ જોવા મળશે. માનસિક તનાવ હળવો કરવા સારા સમાચારો જોવા. યોગ કરવાથી લાભ રહે.

 

વૃષભ
નોકરીમાં વધુ ધ્યાન દેજો. પ્રિયજનો સાથે ગેરસમજોથી દૂર રહેજો. બીમારીથી ગભરાવવાની જરૂર નથી. ધ્યાન રાખવું.

 

મિથુન
વાણી ઉપર કાબુ રાખો. નાણાકીય થોડી મુશ્કેલીઓ આવશે. જનરલ નોલેજમાં વધારે થઇ શકે છે. ભીડથી દૂર રહેજો.

 

કર્ક
અંગત જીવનમાં ગેરસમજો ટાળવી. કાનૂનમાં રહેવું અને આપણી રક્ષા કરતા ડોકટરો, નર્સ, પોલીસકર્મને માન આપવું જરૂરી રહે.

 

સિંહ
મુશ્કેલીઓમાં પણ કોઇ ગેબી શકિતની મદદ મળવાની. નોકરી ધંધામાં સ્થિરતા અને સમય પ્રમાણેનો બદલાવ કરવો.

 

કન્યા
આવકનું પ્રમાણ જળવાઇ રહેશે. વડીલોની તબીયત બાબત સુધારો જોવા મળશે. ધંધામાં નવી એજન્સીની ઓફર આવી શકે.

 

તુલા
દુર વસતા સગા સંબંધીઓ તરફથી નાણાકીય લાભ મળી શકે. વાણી–વિલાસ ઉપર કાબૂ રાખવો. આત્મવિશ્ર્વાસમાં વધારો જરૂરી.

 

વૃશ્ચિક
પરિવારના પ્રશ્નો ઉપર ધ્યાન દેવું પડે. તમારા કાર્યની કદર થવાની છે. ધાર્મિક ટ્રસ્ટમાં નોકરી મેળવવાના પ્રયત્નો કરવા.

 

ધન
શંકા–કુશંકાથી દૂર રહેજો. અમુક વખતે કોઇ ઉપર તમારે ભરોશો રાખવો જોઇએ. સરકારી કાર્યેાથી લાભ મળી શકે છે.

 

મકર
મેન્યુફેકચરિંગ લાઇનમાં જવાની ઇચ્છા ફળવાની. કોઇ નવી યોજનામાં લાભ રહેશે. બહારના ખાવા–પીવાથી દૂર રહેજો.

 

કુંભ
વધુ અભ્યાસની ઇચ્છા ફળવાની. નોકરીમાં પ્રમોશનના ચાન્સ રહે. ભાઇ–બહેનો સાથે કોઇ મહત્વની ચર્ચા થઇ શકે.

 

મીન
સમય કસોટીવાળો કહી શકાય. નોકરીમાં સ્થિરતા રાખજો. કસોટીનો સમય પણ ચાલ્યો જશે. બપોર પછી કોઇ નવી યોજનાથી લાભ.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application