દિવ, દમણ સહિતના સંઘ પ્રદેશમાં શનિ-રવિ બીચ પ્રવાસીઓ માટે રહેશે બંધ, પ્રવાસી માટે કોરોના ટેસ્ટ પણ ફરજિયાત

  • March 20, 2021 12:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ગુજરાત અને મહારાષ્ટ્રમાં વધતાં કોરોનાના કેસ વચ્ચે આજે સંઘ પ્રદેશ દિવ, દમણ અને સેલવાસ પ્રશાસને નિર્ણય કર્યો છે કે શનિવાર અને રવિવાર અહીંના તમામ બીચ અને પ્રર્યટન સ્થળ પ્રવાસીઓ માટે બંધ રહેશે. આ ઉપરાંત અહીં એવા જ પ્રવાસીઓને એન્ટ્રી આપવામાં આવશે જેમની પાસે કોરોનાનો નેેગેટિવ રીપોર્ટ હશે. આ રિપોર્ટ પર 72 કલાક સુધીમાં કરેલો હોવો જરૂરી છે. 

 

 

ઉલ્લેખનીય છે કે શનિ-રવિની રજામાં દિવ, દમણ સહિતના સ્થળે મોટી સંખ્યામાં ગુજરાતી, અન્ય રાજ્યના અને વિદેશથી પ્રવાસીઓ ફરવા આવે છે. તેવામાં અહીં કોરોનાની સ્થિતિ વકરે નહીં અને સંક્રમણ ફેલાય નહીં તે માટે આ નિર્ણય લેવાયો છે. 

 

 

હવે દિવ, દમણ સહિતની સંઘ પ્રદેશમાં પ્રવેશ પહેલા પ્રવાસીઓએ કોરોનાનો ટેસ્ટ કરાવવો પડશે. જેમની પાસે કોરોનાનો નેગેટિવ રીપોર્ટ હશે તેમને જ અહીં હોટેલ સહિતની જગ્યાઓએ પ્રવેશ આપવામાં આવશે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS