પોરબંદરની આશા હોસ્પિટલને સેનેટાઇઝ ટનલ અર્પણ

  • May 22, 2020 02:55 PM 72 views

પોરબંદરની આશા હોસ્પિટલ અને બ્લડ બેંક ખાતે સેનેટાઇઝ ટનલ અર્પણ કરવામાં આવી છે.
પોરબંદરની આશા હોસ્૫િટલ એન્ડ બ્લડ બેન્ક ખાતે પોરબંદરના નીરૂ એન્જીનીયરીંગ તરફથી એક સેનીટાઇઝેશન ટનલ અર્પણ કરવામાં આવી હતી. અત્યારે દેશમાં તથા પોરબંદરમાં પણ કોરોના સંક્રમણથી બધા વ્યકિતઓને બચાવવાના હોય ત્યારે નીરૂ એન્જીનીયરીંગના આદીત્યભાઇ ગોહેલ તથા તેમની ટીમે છેલ્લા ૧પ દિવસની તનતોડ મહેનતે આ ટનલ બનાવી આપી અને તે પણ ૧ લીટરમાં ર૩ થી રપ વ્યકિતઓને સેનીટાઇઝ કરી શકાય છે અને આ ટનલ તૈયાર થઇ જતાં તેમન દ્રારા છેલ્લા ૩૦ વર્ષથી બાળકો તથા મહીલાઓ તથા થેલેસેમીયાના દર્દીઓની સેવા કરતી સંસ્થામાં વિનામૂલ્યે અર્પણ કરવામાં આવી હતી. આ બાબતે આશા હોસ્પિટલ એન્ડ બ્લ્ડ બેન્કના મેનેજર આશીષભાઇ થાનકી તરફથી નીરૂ એન્જીનીયરીંગના આદીત્યભાઇ ગોહેલ તથા તેમની ટીમનો આભાર માન્યો હતો


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application