કાજુ અને સોયાપનીર સબ સ્ટાન્ડર્ડ, આઈસ્ક્રીમના સેમ્પલ લેવાયા

  • June 10, 2021 05:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખા અને ફડ શાખા દ્રારા લેવાયેલા કાજુ અને સોયાપનીરનું સેમ્પલ પરિક્ષણમાં સબ સ્ટાન્ડર્ડ હોવાનું પૂરવાર થતા બે પેઢીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યા છે. યારે શહેરના વિવિધ ૬ આઈસ્ક્રિમ પાર્લરમાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે.

 

 

મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે, ચંદ્રેશનગર મેઈન રોડ પર બજરગં ચોકમાં આવેલા રામવિજય કિરાણા ભંડારમાંથી કાજુનું સેમ્પલ લેવામા આવ્યું હતું જે પરિક્ષણમાં સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા કેસ દાખલ કરાયો છે. તદ ઉપરાંત કોઠારિયા ગામ વિસ્તારમાં આવેલ સોમનાથ ઈન્ડસ્ટ્રીયલ એરિયા વિસ્તારમાં શેરી નં.૪માં આવેલા સહજ ફડ પ્રોડકટમાંથી ટોકુ–સોયા પનીર (લુઝ)નું સેમ્પલ લઈ પરિક્ષણમાં મોકલતા તે પણ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયું હોય તેની સામે પણ કેસ દાખલ કરવામાં આવેલ છે.

 


સૂત્રોએ ઉમેર્યું હતું કે આ ઉપરાંત શહેરના છ આઈસ્ક્રિમ પાર્લરમાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે જેમાં (૧) યાજ્ઞિક રોડ પર વૃંદાવન ડેરીમાંથી રેડ વેલવેટ આઈસ્ક્રિમ (૨) યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોકમાં સંતુષ્ટ્રી આઈસ્ક્રિમમાંથી હનીમૂન ડીલાઈટ આઈસ્ક્રિમ (૩) મોટામવામાં સરયુ મિલ્ક પ્રોડકટમાંથી ટ્રાફિકજામ આઈસ્ક્રિમ (૪) કાલાવડ રોડ પર ઝાલા બ્રધર્સમાંથી રાજભોગ આઈસ્ક્રિમ (૫) મવડી પ્લોટના રાજમંદિર આઈસ્ક્રિમમાંથી ઓરિયો સ્ટ્રોબરી તેમજ (૬) રેસકોર્સ રોડ પર મગનલાલ આઈસ્ક્રિમમાંથી મલાઈ મસાલા આઈસ્ક્રિમનું સેમ્પલ લઈ પરિક્ષણ અર્થે ફડ લેબોરેટરીમાં રવાના કરવામાં આવ્યા છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application