દીકરાના જન્મ પછી 105 કિલો વજન થતાં ડીપ્રેશનમાં સરી પડી હતી, સમીરા રેડ્ડીએ કર્યો ખુલાસો

  • May 11, 2021 10:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અભિનેત્રી સમિરા રેડ્ડી પુત્ર હંસના જન્મ પછી ડીપ્રેશનમાં સરી પડી હતી. આ વાત તેણે તાજેતરના એક ઈન્ટરવ્યુમાં કરી હતી. પોતાના માતૃત્વની સફર વિશે વાત કરતા સમિરા રેડ્ડીએ કહ્યું હતું કે તેને શરુઆતમાં હતું કે ગર્ભાવસ્થાને લઈ તે બોલિવૂડથી પ્રભાવિત હતી. પરંતુ ડિલિવરી સમયે તેનું વજન 105 કિલો થઈ ગયું હતું. આ દરમિયાન સમિરાના પતિ અક્ષય વર્દે તેની ખૂબ કાળજી લીધી.

 

 

સમિરાએ કહ્યું કે તેના પતિ અક્ષય વર્દેએ બાળકના ડાયપર બદલ્યા અને તેને ખવડાવ્યા-પીવડાવ્યા. આ સમય એવો હતો જ્યારે તે તેની લાગણીઓ સાથે લડી રહી હતી. 

 

 

અભિનેત્રીએ આગળ કહ્યું હતું કે, ' હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી હું રડી પડી. તે સમયે હંસ માટે ત્યાં ન હતી તે બદલ આજે પણ અફસોસ છે. આ સ્થિતિ એક વર્ષ સુધી ચાલી, હું ઘણી વાર તુટી જતી અને રડી પડતી. હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી સંપૂર્ણપણે દૂર થઈ ગઈ હતી. મારું વજન 105 કિલો હતું અને હું એલોપેસિયા આરિયાટાથી પીડિત હતી. મારા માથા પરથી વાળ ખરી રહ્યા હતા અને અનેક સમસ્યા હતી.'

 

 


આ એક મોટી સમસ્યા હોવાનું સમજી અને સમીરાએ ડોક્ટરની સલાહ લીધી અને તેની બધી સમસ્યાઓ વિશે વાત કરી. હવે તે આ બધી બાબતોમાંથી સ્વસ્થ થઈ છે અને પોતાને એક નવી વ્યક્તિ તરીકે જુએ છે.


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS