વર્લ્ડ હિયરિંગ ડે નિમિત્તે રાજકોટ ખાતે "સાંભળશે ગુજરાત, બોલશે ગુજરાત" કાર્યક્રમનું આયોજન

  • March 03, 2024 06:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


૩ માર્ચના રોજ દર વર્ષે વર્લ્ડ હિયરિંગ ડે તરીકે મનાવાય છે અને આ દિવસ ઉજવવા પાછળનો ઉદેશ્ય બહેરાશ પ્રત્યે જાગૃતિ અને કાનની સંભાળ રાખવાની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું છે. WHO ના એક રિપોર્ટ પ્રમાણે, દર 1000 એ 4 બાળકને સિવિયર ટુ પ્રોફાઉન્ડ હિઅરીંગ લોસ થાય છે. આ પ્રકારના હિયરિંગ લોસ ઉકેલ માટે કૉક્લિયર ઇમ્પ્લાન્ટ એક વરદાન છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરાવીને સાંભળવાની શક્તિ મેળવનાર 200 જેટલાં બાળકો અને તેમના પરિવારના લોકો મળીને લગભગ 1000 જેટલા લોકો રાજકોટમાં પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે આયોજિત "સાંભળો ગુજરાત, બોલશે ગુજરાત" કાર્યક્રમમાં શોભા વધારી હતી. નાના ભૂલકાઓ માટે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે બીસીસીઆઈના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહ ઉપસ્થિત રહ્યાં હતા. આ વર્ષની થીમ "બદલાતી માનસિકતા. ચાલો કાન અને શ્રવણની સંભાળને બધા માટે વાસ્તવિકતા બનાવીએ. થીમ હેઠળ વર્લ્ડ હિયરિંગ ડે મનાવવામાં આવ્યો હતો. આ અંતર્ગત આયોજિત રાજકોટ ખાતે ના કાર્યક્રમમાં ડૉ. અર્જુનસિંહ રાણા (વાઇસ ચાન્સેલર ઓફ સ્પોર્ટ્સ યુનિવર્સીટી), ડૉ. નીરજ સુરી (કોક્લિયર ઈમ્પ્લાન્ટ સર્જન- ગાંધીનગર), માનનીય શ્રી દિલીપભાઈ દેશમુખ (સોસાયટી લીડર, ફાઉન્ડર બોફ ઓર્ગન ડોનેશન જાગૃતિ) અને માનનીય સુશ્રી ડૉ, દર્શિતાબેન શાહ (એમએલએ- રાજકોટ) તથા માનનીય શ્રી ચેતેશ્વર પૂજારા (ભારતીય ક્રિકેટર) સહીત અનેક મહાનુભાવોએ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application