રાજકોટ : વગદારોને સલામ ઠોકી, ગરીબોને બતાવી હોકી!

  • January 13, 2021 04:37 PM 711 views

રાજકોટ મહાપાલિકાની દબાણ હટાવ શાખા જેમના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે તે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એ.આર.સિંહ વારંવાર હાથમાં હોકી લઇને ફિલ્ડમાં નિકળતા હોય, આ બાબત સામે શખત વિરોધ પ્રદર્શિત કરવા માટે આજે મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇના કાર્યકતર્ઓિ અને આગેવાનોએ ડેપ્યુટી કમિશનર સિંહને હોકી સ્ટીક અને બેઝબોલના ધોકા અર્પણ કરીને વિરોધ કરવાનો નવતર કાર્યક્રમ આપ્યો હતો અને ડે.કમિશનર સિંહ વિધ્ધ પોસ્ટર પણ ફરકાવ્યા હતાં. જોકે, તેઓ કાર્યક્રમ આપે તે પૂર્વે જ વિજિલન્સ પોલીસે તેમને રોકી લીધા હતાં અને તમામની અટકાયત કરી લેવામાં આવી હતી.


ઉપરોકત કાર્યક્રમમાં કોંગ્રેસ સેવાદળના પ્રમુખ અને માલધારી આગેવાન રણજીત મુંધવા, એનએસયુઆઇના જિલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપૂત, યુવક કોંગ્રેસ પ્રમુખ જયપાલસિંહ રાઠોડની આગેવાનીમાં કોંગી કાર્યકરોએ આજે ઢેબર રોડ પરની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ડે.કમિશનર સિંહને હોકી અને બેઝબોલના ધોકા અર્પણ કરીને કાયદા-નિયમોની અમલવારી ભેદભાવપૂર્વક નહીં કરવા રજૂઆત કરવા આવી પહોંચ્યા હતાં.


ખાસ કરીને ગરીબ લારી-ગલ્લાધારકો અને ફેરિયાઓને હોકી બતાવીને ડરાવવાનો પ્રયાસ કરાય છે ત્યારે આજ અધિકારીઓ ભાજપ્ની રેલી હોય ત્યારે કેમ ચુપ થઇ જાય છે ? તેવો સવાલ ઉઠાવી હલ્લાબોલ કર્યો હતો. આ વેળાએ 11 કાર્યકતર્ઓિની અટકાયત કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application