સલમાન ખાન આ ગર્લફ્રેન્ડ સાથે સેલિબ્રેટ કરશે વેલેન્ટાઈન્સ–ડે 

  • February 14, 2020 10:48 AM 19 views

વેલેન્ટાઈન્સ ડેની વાત આવે અને બોલિવૂડના કપલ્સની વાત ન થાય એવું બને જ નહીં. પ્રેમના આ દિવસે સામાન્ય લોકોની જેમ બોલિવૂડ સેલેબ્સ પણ ખૂબ ઉત્સાહમાં જોવા મળતા હોય છે. એવામાં બધા સ્ટાર પોતાના વેલેન્ટાઈન્સ ડેને સ્પેશિયલ બનાવવામાં લાગ્યા છે. આ વચ્ચે એકટર સલમાન ખાનના વેલેન્ટાઈન્સ ડેના પ્લાનનો પણ ખુલાસો થઈ ગયો છે. સલમાન ખાન પોતાનો વેલેન્ટાઈન્સ ડે કથિત ગર્લફ્રેન્ડ યુલિયા વંતૂર સાથે સેલિબ્રેટ કરશે. જાણકારી છે કે સલમાન વેલેન્ટાઈન્સ ડે પર એક પાર્ટી હોસ્ટ કરવાનો છે. તે વેલેન્ટાઈન થીમ ડિનર રાખશે. પાર્ટી સલમાન ખાન પોતાના ઘરે આપશે. આ પાર્ટીમાં સલમાનના નિકટના લોકો શામેલ થશે. ઉપરાંત સલમાનની આખી ફેમિલી પણ શામેલ થશે.

 

જણાવી દઈએ કે થોડા સમય પહેલા સલમાન ખાનનો એક વિડીયો વાઈરલ થયો હતો. જેમાં તે કથિત ગર્લફ્રેન્ડ યલિયા વંતૂર અને મલાઈકા અરોરા–અરબાજ ખાનના દીકરા અરહાન ખાન સાથે અડધી રાત્રે સાઈકલ રાઈડ કરતા જોવા મળ્યો હતો. સલમાનનો આ સ્પોર્ટી અંદાજ લોકોને ખૂબ પસદં આવ્યો હતો. 

 

બ્લોકબસ્ટર હિટ ભારતના બાદ સલમાન ખાન ફિલ્મ દબગં ૩ લઈને આવ્યો. આ ફિલ્મને સારી એવી કમાણી પણ કરી. હાલમાં સલમાન બે ફિલ્મો પર કામ કરી રહ્યો છે. જેમાં એક રાધે અને બીજી કભી ઈદ કભી દિવાલી છે. ફિલ્મ રાધેને પ્રભુદેવા ડિરેકટ કરી રહ્યા છે. આ ફિલ્મ દિશા પટણી ફીલેમ લીડમાં છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application