રેસ 3 પછી સૌથી ખરાબ રેટિંગ મેળવનાર ફિલ્મ બની સલમાનની રાધે

  • May 18, 2021 12:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડના 'દબંગ' સલમાન ખાન અને દિશા પટણીની ફિલ્મ 'રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' સિનેમાઘરોને બદલે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. પરંતુ આ ફિલ્મ લોકોને પસંદ પડવામાં નિષ્ફળ ગઈ હતી. આ ફિલ્મનું પ્રમોશન એવું થયું હતું કે અપેક્ષા હતી કે આ ફિલ્મ ખૂબ દમદાર હશે અને લોકોને ખૂબ પસંદ પડશે. પરંતુ આઈએમડીબી પર સલમાન ખાનની ફિલ્મ ખૂબ જ નબળી સાબિત થઈ છે.

 

 

આ ફિલ્મની વ્યુઅરશિપ ઘણી સારી હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ આઇએમડીબીમાં આ ફિલ્મનું રેટિંગ સતત ઘટી રહ્યું છે. આ ફિલ્મ માટે લગભગ 77 હજાર લોકોએ એક સ્ટાર આપ્યો છે. જ્યારે લગભગ 9 હજાર લોકોએ 10 રેટિંગ્સ આપી છે. હજારો રેટિંગ્સને આધારે ફિલ્મને સરેરાશ 1.7 રેટિંગ મળ્યું છે.

 

 

અત્યાર સુધીના આંકડા મુજબ સલમાન ખાનની 'રાધે' વર્ષ 2018 માં આવેલી સલમાનની ફિલ્મ 'રેસ 3' પછી આઇએમડીબી પર સૌથી ઓછું રેટિંગ મેળવનાર ફિલ્મ બની છે. એટલે કે ફિલ્મ 'રાધે' ખરાબ રીતે ફ્લોપ થઈ છે. આ ફિલ્મનું દિગ્દર્શન પ્રભુદેવાએ કર્યું છે. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે દિશા પટની, રણદીપ હૂડા, બિગ બોસ ફેમ ગૌતમ ગુલાટી અને જેકી શ્રોફ પણ છે.  

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS