સલમાન ખાન છે 17 વર્ષની દીકરીનો પિતા, પત્ની રહે છે દુબઈમાં...

  • July 21, 2021 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડ એક્ટર સલમાન ખાન તેના ભાઈ અરબાઝ ખાનના શો પિંચની બીજી સીઝનના પ્રીમીયર પર પહોંચ્યો હતો. આ શો 21 જુલાઈથી ઓનએર થવાનો છે. ત્યારે શોમાં પહેલો મહેમાન સલમાન ખાન બન્યો હતો. આ શોના ફોર્મેટ અનુસાર લોકોના ટ્વીટ વાંચી ગેસ્ટને જણાવવામાં આવે છે. આવું જ એક ટ્વીટ જે સલમાન ખાન માટે કરવામાં આવ્યું છે તેના વિશે શોમાં જણાવવામાં આવ્યું હતું. 

 

આ ટ્વીટ હતું કે જેમાં સલમાન ખાન વિશે લખવામાં આવ્યું છે કે તેના લગ્ન થઈ ગયા છે. તેને 17 વર્ષની એક દીકરી પણ છે અને તેનો પરિવાર દુબઈમાં રહે છે. સાથે જ તેમાં લખવામાં આવ્યું છે કે તે ભારતના લોકોને મુર્ખ બનાવે છે કે તેના લગ્ન થયા નથી. આ ટ્વીટમાં સલમાનની પત્નીનું નામ નૂર જણાવાયું છે. અરબાઝે આ કોમેન્ટ વાંચી હતી અને ત્યારબાદ સલમાને મજેદાર અંદાજમાં તેનો જવાબ આપ્યો હતો. 

 

સલમાન ખાને કહ્યું હતું કે, આ વાત સાવ બકવાસ છે, તેને આ વિશે કંઈજ ખબર નથી. આ પોસ્ટ કોના વિશે છે તે પણ ખબર નથી. આ વ્યક્તિ ઈચ્છે છે કે હું જવાબ આપું તો જણાવી દઉં કે મારી કોઈ પત્ની નથી. હું 9 વર્ષનો હતો ત્યારથી ભારતના મુંબઈમાં ગેલેક્સી અપાર્ટમેન્ટમાં રહું છું. આ વાત ભારતનો એક એક નાગરિક જાણે છે. 

 

પિંચ 2 પર સલમાન સિવાય મહેમાન તરીકે અનન્યા પાંડે, કિયારા અડવાણી, ફરહાન અખ્તર, ટાયગર શ્રોફ, રાજકુમાર રાવ, ફરાહ ખાન પણ જોવા મળશે. એક ઈંટરવ્યુમાં અરબાઝે જણાવ્યું હતું કે પિંચ 2 વધારે બોલ્ડ અને પહેલા કરતાં વધારે એપિસોડ સાથે શરુ થયો છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS