જો ડર ગયા સમજો બચ ગયા.... સલમાનએ જણાવ્યું જીવનરક્ષાનું સૂત્ર

  • October 28, 2020 02:04 AM 245 views

 

લોકડાઉનને કારણે આખો દેશ સેલ્ફ આઈસોલેશનમાં છે. સલમાન ખાને પણ ખુદને સેલ્ફ કવોરેન્ટાઈન કરી લીધો છે. અત્યારે તે પોતાના ફાર્મહાઉસ પર છે. સલમાને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેયર કર્યેા છે જેમાં તે સોહેલ ખાનના પુત્ર નિર્વાન ખાન સાથે જોવા મળી રહ્યો છે. 


સલમાન આ વીડિયો મેસેજમાં કહી રહ્યો છે કે તે ત્રણ સાહથી પોતાના પરિવારથી દૂર થઈ ગયો છે અને ડરી ગયો છે. સલમાન કહે છે કે અમે બહાદૂરી સાથે કહી રહ્યા છીએ કે અમે ડરી ગયા છીએ. એક મિનિટ ૨૫ સેકન્ડના આ વીડિયોમાં સલમાન પોતાનો અને નિર્વાનનો પરિચય આપ્યા બાદ કહે છે કે અમે લોકો અહીં આવ્યા હતા થોડા દિવસો માટે પરંતુ અહીં જ રોકાઈ જવું પડયું છે એટલા માટે અમે તો ડરી ગયા છીએ. નિર્વાન સોહેલનો પુત્ર છે. સલમાન આ પછી નિર્વાનને પૂછે છે કે તેમણે પોતાના પિતાને કેટલા દિવસથી નથી જોયા ? નિર્વાન જવાબ આપે છે કે ત્રણ સાહથી નથી જોયા. સલમાન આ પછી કહે છે કે તેમણે પણ ત્રણ સાહથી તેના પિતાને જોયા નથી કેમ કે તેઓ ઘરે એકલા છે.


વીડિયોમાં સલમાન નિર્વાનને પૂછે છે કે શું તેને જો ડર ગયા સમજો મર ગયાનો ડાયલોગ યાદ છે ? આ પછી નિર્વાન હા પાડે છે. ત્યારપછી સલમાન કહે છે કે આ ડાયલોગ અહીં લાગુ નથી પડતો. આપણે લોકો ડરી ગયા છીએ અને બહાદુરી સાથે કહીએ છીએ કે આપણને ડર લાગે છે. સલમાન નિર્વાનને પૂછે છે કે તેને શું લાગે છે, નિર્વાન કહે છે કે ઘરમાં જ રહેવું સારી વાત છે.વીડિયોમાં અંતમાં સલમાન ફરીથી કહે છે કે આ સ્ટોરીનો સાર એટલો જ છે કે અમે ડરી ગયા છીએ. જે લોકો ડરી ગયા સમજો તે લોકો બચી ગયા અને તેણે બહુ લોકોને બચાવી પણ લીધા. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application