રાધે ફિલ્મનું રિવ્યૂ કરવું KRKને પડ્યું ભારે, સલમાન ખાને કર્યો કેસ

  • May 26, 2021 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલમાન ખાને પોતાની ફિલ્મ રાધેની છબિ ખરાબ કરનાર વિરુદ્ધ કડકાઈ દર્શાવી છે. ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી રાધે ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. તેવામાં એક્ટર અને ફિલ્મ ક્રિટિક કમાલ આર ખાને પણ આ ફિલ્મનું રિવ્યૂ કર્યું હતું. ફિલ્મની આલોચના તો ઘણાએ કરી પરંતુ કેઆરકેએ એવી કરી કે સલમાન ખાને તેના પર કેસ કરી દીધો છે. 


 

સલમાન ખાને કેઆરકે વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો છે. સલમાન ખાનના વકીલે આ કેસની નોટિસ પણ કેઆરકેને મોકલી છે. સલમાનની નોટિસ પણ કેઆરકેએ શેર કરી હતી. 

 


 

મુંબઈની એક કોર્ટમાં આ કેસ ફાઈલ થયો છે. જેમાં સુનાવણીની માંગ કરવામાં આવી છે. કેઆરકે પર ફિલ્મ રાધીની છબિ ખરાબ કરવાનો આરોપ છે. જો કે આ નોટિસ મળ્યા બાદ કેઆરકેએ ટ્વીટ કરી લખ્યું હતું કે ' માનહાનિનો કેસ એ વાતનો પુરાવો છે કે ફિલ્મ સલમાન ખાન હતાશ અને નિરાશ છે. હું મારા ફોલોવર્સ માટે રિવ્યૂ આપું છે અને મારું કામ કરું છું. તમારે સારી ફિલ્મ બનાવવી જોઈએ ન કે મને રોકવો જોઈએ. ' આ સાથે તેણે એલાન કર્યું છે કે તે હવે સલમાન ખાનની કોઈ ફિલ્મનું રિવ્યૂ કરશે નહીં. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS