સલમાન ખાને તુર્કીથી તસવીર કરી શેર, કેટરીના સંગ કરશે રોમાન્સ  

  • September 13, 2021 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલમાન ખાન 'ટાઇગર 3'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે કેટરીના કૈફ જોવા મળશે. તે આ દિવસોમાં તુર્કીમાં ફિલ્મનું શૂટ કરી રહ્યો છે. ચાહકો સલ્લુની આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત છે. સલમાન ખાને સોશ્યિલ મીડિયા પર તુર્કીની એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં સલમાન બ્લેક હૂડી પહેરીને એક રેલિંગ પાસે ઉભો છે, ત્યાંથી તુર્કી શહેરનો સુંદર નજારો જોય શકાય છે.

 

સલમાનની પોસ્ટ 

 

તુર્કીમાંથી સલમાન તસવીર શેર કરતા લખે છે કે, 'સૂર્યોદય' આ સાથે હેશટેગ આપ્યા છે #cappadocia #turkey.

 

 

તસવીર  પર  પ્રતિક્રિયા

 

સલમાનની આ તસવીરને સંગીતા બિજલાનીએ પસંદ કરી છે. આ સિવાય અર્જુન બિજલાની અને મનીષ પોલે તેમાં કોમેન્ટ પણ કરી છે. સલ્લુની આ તસવીરને  માત્ર એક કલાકમાં ચાર લાખથી વધુ લોકોએ પસંદ કરી છે. 'ટાઈગર 3'ની ટીમ તુર્કીના Cappadociaમાં શૂટિંગ કરી રહી છે. સલમાન ખાન અને કેટરીના કૈફ વચ્ચેનો રોમાન્સ અહીં ફિલ્માવવાનો છે.

 

તુર્કીના મંત્રી સાથે મુલાકાત

 

તાજેતરમાં સલમાન ખાન અને કેટરિના કૈફ તુર્કીના સંસ્કૃતિ અને પર્યટન મંત્રી મેહમેત નૂરીને મળ્યા હતા. મેહમેત નૂરીએ સલમાન-કેટરિનાની મુલાકાતની તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી. તેમણે ઉમેર્યું હતું કે તુર્કી આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ માટે મહેમાનગતિ કરવાનું ચાલુ રાખશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS