સલમાન નકલી નોટો સાથે ઝડપાયો

  • January 13, 2021 04:38 PM 877 views

2000ની મોટી નોટને બદલે 500 અને 200ની નોટો ઘરમાં છાપી બજારમાં વટાવવા નિકળ્યો અને આરઆર સેલે ઝડપી લીધો

મોટા દરની એટલે કે 2000ની નોટને લોકો શંકાથી જુએ પરંતુ 200, 500ની નોટને લોકો બહુ બારિકાઈથી જોયા વગર સ્વીકારી લે અને પોતાનું કામ પાર પડી જાય આવા આશયથી હવે નાના દરની નકલી નોટો છાપવાનું અસામાજીક તત્ત્વો વધુ હિતાવહ સમજે છે. આવી જ એક ઘટનામાં ભાવનગર આર.આર.સેલ તથા પેરોલ ફર્લો સ્કવોડએ બાતમીના આધારે ઓપરેશન હાથ ધરી 63300 ના દરની ભારતીય બનાવટની ચલણી નોટ સાથે એક શખસને ઝડપી લીધો હતો.


ભાવનગર રેન્જના ડીઆઇજીપીની સુચના અને માર્ગદર્શન હેઠળ આર.આર.સેલ તથા પેરોલ ફર્લો સ્કવોર્ડે ચોકકસ બાતમી આધારે ઓપરેશન હાથ ધરી રુપીયા 500 તથા 200 ના ભારતીય ચલણની પીયા 63300 ની બનાવટી નોટ સાથે શખ્સની અટકાયત કરી હતી. ભાવનગર આર.આર.સેલની ટીમને બાતમી મળી હતી કે સલમાન સલીમભાઇ પીરાણી (રહે. જોગીવાડની ટાંકી) નકલી ચલણી નોટો વટાવવા આવેલ છે. આ બાતમી આધારે ઉપરોકત શખ્સને ઝડપી લઇ તેના પાસેથી બનાવટી ભારતીય ચલણી નોટો પીયા 63300ની કબ્જે કરી હતી. પીયા 500ના દરની -73 તથા પીયા 200ના દરની-134 તથા મોબાઇલ અને રોકડ પીયાનો મુદામાલ આ આરોપી પાસેથી મળી આવેલ. સલમાન પીરાણી વિદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી સી.ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.  સલમાને દેવુ થઈ જતા નકલી નોટો છાપવાનું શ કર્યુ હોવાનું જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application