દિલ્હીમાં પેઈનકિલર દવાઓ ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચવા પર પ્રતિબંધ

  • July 21, 2023 02:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ડેંગ્યુ, ચીકનગુનિયા જેવા રોગોમાં પેઈનકિલર પ્લેટલેટ ઘટાડી દેતી હોવાથી લેવાયો નિર્ણય



હવે મેડિકલ સ્ટોરવાળાઓ ડોકટરની પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ ગ્રાહકોને વેંચી શકશે નહીં. દિલ્હી સરકારે પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ વેંચવા પર રોક લગાવતાં કહ્યું છે કે જો કોઈ મેડિકલ સ્ટોરવાળો અથવા કેમિસ્ટ પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ વેંચતો દેખાયો તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે. વેકટર પ્રોનની બીમારીઓ વધવાને લીધે સરકારે મેડકિલ સ્ટોર્સને આદેશ આપ્યો કે તેઓ એસ્પિરિન અને ઈબુપ્રોફેન જેવી દવાઓ નહીં વેંચી શકે.



ડિપાર્ટમેંટ ઓફ ડ્રગ કંટ્રોલે કેમિસ્ટને પેનકિલર્સ દવાઓનો રેકોર્ડ બનાવવાની સલાહ આપી છે. હાલમાં જ ડેંગ્યૂનાં વધતાં કેસોને ધ્યાનમાં રાખતાં આ ડિપાર્ટમેન્ટે કહ્યું કે વરસાદની સીઝનમાં ડેંગ્યૂ અને ચિકનગુનિયા જેવી વેકટરજન્ય બીમારીઓનાં કેસ વધી રહ્યાં છે. આવી બીમારીઓ પર ખાસ ધ્યાન રાખવું જોઈએ.ડેંગ્યૂ જેવી બીમારીનાં ઈલાજ માટે મોટાભાગે લોકો ઈબુપ્રોફેન અને ડિકલોફેનાક જેવી દવાઓ લે છે. જેના કારણે લોકોને પાછળથી અનેક પ્રકારની સમસ્યાઓ આવવા લાગે છે.તેથી છૂટક દવા વેંચનારાઓને સલાહ આપવામાં આવી કે આવતાં આદેશ સુધી એસ્પિરિન, ઈબુપ્રોફેન અને ડિકલોફેનાક જેવી દવાઓ ઓવર–ધ–કાઉન્ટર વેંચાણમાં શામેલ કરવી નહીં. સાથે જ દવાઓનો ટ્રેક રાખવાની પણ સલાહ આપી છે.ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રગ કંટ્રોલે કહ્યું કે આ આદેશનું પાલન ન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ડોકટરોને ચેતવણી આપવામાં આવી છે કે આવી દવાઓનો અનિયંત્રિત ઉપયોગ વેકટકજન્ય રોગનાં રોગીઓ માટે ઘાતકી સાબિત થઈ શકે છે. આ દવાઓનો ઉપયોગ હ્યૂમન બ્લડમાં પ્લેટલેટ ઘટાડે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application