સલાયાના વહાણની અરબી સમુદ્રમાં જળસમાધિ

  • January 03, 2023 12:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા તાલુકાના સલાયા પંથકનું એક વહાણ અરબી સમુદ્રમાં ગરદ થઇ જતા આ વહાણના ખલાસીઓને અન્ય બોટ મારફતે બચાવી લેવામાં આવ્યા હતા.


આ અંગે સુમાહિતગાર વર્તુળો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા સુલતાન ઈસ્માઈલ સુંભાણીયાની માલિકીનું અને બી.ડી.આઈ. ૧૩૯૮ નંબરના રજીસ્ટ્રેશન ધરાવતું "નિગાહે કરમ" નામનું વહાણ " ગત તા. ૨૭ ડિસેમ્બરના રોજ મુન્દ્રા બંદર ખાતેથી ૮૦૦ ટન ખાંડ ભરી ડીજુબુટ્ટી બંદરે જવા નીકળ્યું હતું. ૧૨ ખલાસીઓ સાથેનું આ વહાણ અરબી સમુદ્રમાં પહોંચ્યું ત્યારે એકાએક વાતાવરણ પ્રતિકૂળ બની જતા આ ખરાબ હવામાનના કારણે આ વહાણે અરેબિયન સમુદ્રની હદમાં જ જળસમાધિ લીધી હતી.


આ માલવાહક જહાજમાં જઈ રહેલા ૧૨ ખલાસીઓને ઇન્ડીયન કોસ્ટગાર્ડ તેમજ નજીકમાં રહેલી મોટર ટેન્કર સી રેન્જર દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ તમામ ખલાસીઓને સલામત રીતે ખંભાળિયા તાલુકાના વાડીનાર બંદરે લઈ આવવામાં આવ્યા હતા.

આ બચાવ કામગીરી માટે સલાયા ઇન્ડીયન સેલિંગ વેસલ્સ એસોસિયેશનના સેક્રેટરી દ્વારા કોસ્ટ ગાર્ડને સમયસર ઈ-મેઈલ મારફતે જાણ કરી અને ખલાસીઓને બચાવવા માટેના પ્રયાસો કરાયા હતા. વહાણની જળસમાધિના આ બનાવે સલાયા પંથકના વહાણવટી વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં ભારે ચિંતાની લાગણી પ્રસરી જવા પામી હતી.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application