૨૫ સંતો મહંતોને શ્રીશ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર પદવી

  • March 24, 2020 01:31 PM 531 views

રાજુલાના રામપર-૨ ગામે પૂ.રામદાસબાપુની તપોભૂમિ અને ભગવાન લાલજી મહારાજની જગ્યા વૃંદાવન બાગમાં નૂતન મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પૂ.મોરારીબાપુની નિશ્રામાં રાષ્ટ્રીય સનાતન ધર્મસભા અને મહામંડલેશ્ર્વર પટ્ટાભિષેક સમારોહમાં અખિલ ભારતીય પંચ નિર્મોહી અની અખાડાના અધ્યક્ષ રાજેન્દ્રદાસજી બાપુ આયોજનમાં ભારતીય સનાતન ધર્મના સંતો-મહંતોનું આગમન થયું હતું. આ પ્રસંગે કચ્છ-સૌરાષ્ટ્રની દેહાલય જગ્યાઓના પચ્ચીસ જેટલા સંતો-મહંતોને શ્રીશ્રી ૧૦૦૮ મહામંડલેશ્ર્વર બિ‚દ આપી પટ્ટાભિષેક અભિવાદન કરવામાં આવ્યું છે.


આ દિવ્ય પ્રસંગે રાષ્ટ્રીય સનાતન ધર્મ સભા અને મહામંડલેશ્ર્વર પટ્ટાભિષેક સમારોહમાં અધ્યક્ષ તરીકે જગતપુરુ રામાનંદાચાર્ય સ્વામી રાજેશ્ર્વરાનંદજી સ્વામી મહારાજ મોલીધામ, મહારાષ્ટ્ર અમરકંટક, બિરાજમાત હતા અને ભારતીય સનાતન હિન્દુધર્મ પરંપરાના તમામ સંપ્રદાયોના અની અખાડાઓ, ધર્મ પંથ પરંપરાઓના આચાર્ય-અધ્યક્ષો, શ્રીમહંતો, મહામંડલેશ્ર્વરોમાં જગતગુરુ ટિલામંગલ વિદ્યાપીઠ સ્વામી માધવાચાર્યજી મહારાજ મુંબઈ અને ડાકોર. નિમ્બાર્ક સંપ્રદાય ગૌ સંત પ્રતિપાલક મહામંડલેશ્ર્વર મહંત દિલીપદાસજી મહારાજ જગન્નાથ મંદિર, અમદાવાદ, પરિવારાચાર્ય મહંત સ્વામી રામરતનદાસજી મહારાજ ડાકોર દેતિયા પરિવારાચાર્ય મહંત ગોપાલદાસજી મહારાજ ડાકોર. ૧૦૦૮ પૂ.શેરનાથબાપુ જૂનાગઢ (૧૯) શ્રી ૧૦૦૮ મહામંડલેશ્ર્વર નિર્મળાબા ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા, મહામંડલેશ્ર્વર ૧૦૦૮ રમજુબાપુ મહામંડલેશ્ર્વર ૧૦૦૮ વસંતદાસજીબાપુ, સતાધાર મહંત વિજયબાપુ (૩૦) સાંવરિયાબાબા (ગોવર્ધન), મહામંડલેશ્ર્વર સંતોષદાસજી બાપુ સતુઆ બાબા સ્થાન મણિકર્ણિકા ઘાટ, વારાણસી અને ભારતભરમાંથી પધારેલા અનેક ધર્મસ્થાનકોના અધ્યક્ષ, મહંત, સંતોની વિશેષ ઉપસ્થિતિ મોરારિબાપુના માર્ગદર્શનમાં કચ્છ-સૌરાષ્ટ્ર-ગુજરાતની દેહાણ્ય જગ્યાઓના નીચેના પચીસ મહાપુરુષોને શ્રીશ્રી ૧૦૦૮ મહામંડલેશ્ર્વરનું બિ‚દ આપી પટ્ટાભિષેક અભિવાદન કરવામાં આવ્યું હતું.જે સંતો-મહંતો આ મુજબ છે. પદ્મશ્રી ડાહ્યાલાલ શાસ્ત્રી-નડિયા, મહંત મુળજી રાજા કાપડી-ધ્રંગ-કચ્છ, મહંત દુર્ગાદાસજીબાપુ-સાયલા, મહંત શિત્તરામદાસજી સાહેબ-કબીરધામ-મોરબી, મહંત જાનકીદાસજીબાપુ-ભાણતીર્થ કમીજલા, મહંત સીતારામજી બાપુ-લોહંગધામ ગોંડલ, મહંત મુળદાસજીબાપુ-રામમઢી સુરત, મહંત બાલકૃષ્ણદાસજી બાપુ-કાઠીધર, મહંત બંસીદાસજીબાપુ-ગોદડિયા બાબરા, મહંત શાંતિદાસજીબાપુ-નવા સુરજદેવળ, મહંત અજયબાપુ-સવરામંડપ જૂનાગઢ, મહંત ગોરધનદાસબાપુ-ઉગમધામ બાંદરા, મહંત મહેશદાસબાપુ-પીપાવાવધામ, મહંત કિશનદાસબાપુ-રામટેકરી ગિરનાર, મહંત હરકિસનદાસબાપુ-મેસવાણ, મહંત પ્રભુદાસજીબાપુ-માનસગંગા ફૂલસર વાવડી, મહંત જયદેસબાપુ-રંગપુર ભાલ, મહંત જશુબાપુ-લટુરિયા હનુમાન પીપરડી, મહંત મણિરામજીબાપુ-સરપદડ, મહંત મણિરામજીબાપુ-કાંત્રોડી, મહંત લક્ષ્મણદાસજીબાપુ-ખંભાળિયા, મહંત ભૂપેન્દ્રદાસજીબાપુ-સરપદડ, મહંત સુખદેસદાસજીબાપુ-દાણીધાર ધામ, સાહિત્યકાર-ભજનિક ડો.નિરંજન રાજ્યગુરુ-આનંદ આશ્રમ ઘોઘાવદર.


આ પ્રસંગે સંતોએ આશીર્વચનો ઉચ્ચાર કરતા કહેલું કે, ધર્મ એ જીવનનો પ્રાણવાયુ છે, સમસ્ત મંડલમાં જન જન સુધી એ શુધ્ધ પ્રાણવાયુનો પ્રસાર કરવાનું કાર્ય જુદા જુદા ધર્મ, પંચ, સંપ્રદાય, અની, અખાડાઓના મહામંડલેશ્ર્વરો દ્વારા થતું રહે છે. આદ્ય શંકરાચાર્યજીએ પોતે ભારતની ચારે દિશાઓમાં ચાર પીઠ સ્થાપીને અને ત્યારબાદ રામાનુજાચાર્ય, રામાનંદચાર્યા, માધ્વાચાર્ય, નિમ્બાકાંચાર્ય તથા વલ્લભાચાર્યજી જેવા આચાર્યો દ્વારા ગામડે ગામડે નાના મઠોની સ્થાપના કરીને વિરકત તથા ગૃહસ્થ સંત-સાધકોની જીવંત સરવાણી વહેતી કરેલી. નાત-જાતના ભેદ મટાડતી આ સંત પરંપરાઓએ જ આપણી સંસ્કૃતિને આજ સુધી જીવતી રાખી છે હવેના સમયમાં આજે જેમનો પટ્ટાભિષેક થયો છે એવા સૌ મહામંડલેશ્ર્વરોએ આપણી સનાતન સંસ્કૃતિધારાનું જતન કરવાનું છે. હવે એમણે પચીસ લાખ ભકતો સુધી આપણી ભારતીય ભક્તિ સાધનાની પરંપરાને પહોંચાડવાની છે.