20 વર્ષ પછી સ્ક્રીન પર જોવા મળશે આમીર-સૈફની જોડી

  • June 29, 2020 10:18 AM 300 views

બોલિવૂડ અને ટેલિવૂડમાં ધીમે ધીમે શૂટિંગ શરૂ થઈ રહ્યું છે. દરમિયાન એવા અહેવાલો મળી રહ્યા છે કે આમીર ખાને એક ફિલ્મ સાઈન કરી લીધી છે. આ નાતાલ પર આમીર ખાનની ફિલ્મ લાલસિંહ ચા રિલિઝ થવાની હતી. જો કે સિનેમા હોલ કયારે ખુલશે તેની કોઈ જાણકારી નથી. માર્ચ બાદ તમામ ફિલ્મોની રિલિઝને ટાળી દેવામાં આવી છે. આવામાં આમીરની આ ફિલ્મ વર્ષ ૨૦૨૧માં રિલિઝ થવાની છે. બીજી બાજુ આમીર ખાને વિક્રમ વેધા સાથે પણ પોતાની એક ફિલ્મ સાઈન કરી લીધી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર વિક્રમ વેધા સાથે આમીર ખાન એક હિન્દી રિમેક ફિલ્મ બનાવવાનો છે. તેમાં સૈફ અલી ખાન પણ હશે. હવે આમીર ખાન આ ફિલ્મનું શૂટિંગ ત્યારે શરૂ કરશે યારે લાલ સિંહ ચા રિલિઝ થઈ જશે. 

 

ઉલ્લેખનીય છે કે આમીર ખાન અને સૈફ અલી ખાન ફિલ્મ દિલ ચાહતા હૈ બાદ એકબીજા સાથે જોવા મળશે. ૨૦ વર્ષ બાદ બન્નેની ઓનસ્ક્રીન જોડી જોવા મળશે. આમીર અને સૈફની આ ફિલ્મ ૨૦૧૭માં આવેલી તમીલ ફિલ્મની રિમેક છે. ફિલ્મમાં સૈફ એક પોલીસ અધિકારીનો રોલ નીભાવશે તો આમીર ખાન એક ગેંગસ્ટરનું પાત્ર ભજવશે.

 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application