પરમ તત્વને પામવા સદગુરુનું શરણ લ્યો: સદગુરુ માતાજી

  • February 14, 2020 02:08 PM 10 views

જૂનાગઢમાં સંત નિરંકારી મંડળ આયોજિત નિરંકારી સંત સમાગમમાં સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજે જણાવ્યું કે, પરમ તત્વની ખોજ માટે સદગુ‚નું શરણ અને તેમના મુખેથી આપવામાં આવતાં દિવ્ય વચનનો માનવ જીવન પર નિરાકાર પ્રભુની દિવ્ય અનુભૂતિ કરવાનો અવસર બની રહે છે. ઝાંઝરડા રોડ પર ઉભા કરાયેલા સમીયાણામાં સાંજે ૫થી ૯ વાગ્યા સુધી યોજાયેલ આ આધ્યાત્મિક ભવ્ય સત્સંગમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં ભાવિકોએ હાજરી આપેલ. સમૂહ પ્રસાદ-ભજન કિર્તનનું સુંદર આયોજન કરવામાં આવેલ.આ પ્રસંગે જૂનાગઢના મેયર ધી‚ભાઇ ગોહિલ, ડે.મેયર હિમાંશુ પંડયા, કોર્પોરેટર કિશોરભાઇ અજવાણી, રાજુભાઇ નંન્દવાણી અને સંજયભાઇ કોરડીયાએ પણ સદ્ગુ માતાજીનાં દર્શન કરી ધન્ય બન્યા હતાં તથા જૂનાગઢના અગ્રણી એવા કાળુભાઇ સુખવાણી, ચેતનભાઇ ફળદુ, ધર્મેશભાઇ મીઠીયા, નિલેશભાઇ ધૂલેશિયા, સુનિલભાઇ નાવાણી તથા જીમખાનાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.


સમગ્ર આયોજનને સફળ બનાવવા જૂનાગઢ બ્રાન્ચના સંયોજક જગદીશભાઇ તથા વેરાવળ ઝોનના ઝોનલ ઓફિસર ભગવાનદાસ સોનૈયાના માર્ગદર્શન હેઠળ સેવાદળના સ્વયં સેવકોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.સંત નિરંકારી મિશન સંસારમાં અમન-શાંતિનું વાતાવરણ સ્થાપિત કરવાનાં પ્રયાસો કરી રહ્યું છે. આ એક આધ્યાત્મિક મિશન છે. જે સંસારમાં સત્ય, પ્રેમ અને એકત્વની ભાવના લાવવા ઇચ્છે છે.