સચિન તેંડુલકરની લથડી તબીયત, હોસ્પિટલમાં દાખલ

  • April 02, 2021 09:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. સચિને ખુદ ટ્વીટ કરી અને આ અંગે જાણકારી આપી હતી. તેણે લખ્યું છે કે ડોક્ટરની સલાહ અનુસાર તેણે હોસ્પિટલમાં દાખલ થવાનું નક્કી કર્યું છે. તેમણે આ સાથે લોકોને કોરોનાથી બચીને રહેવા સલાહ પણ આપી છે. 

 

 

સચિન તેંડુલકર તાજેતરમાં જ રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝમાં રમ્યા હતા. તેની કેપ્તાનીમાં ઈંડિયાના લેજેંડ્સે જીત હાસલ કરી હતી. ફાઈનલમાં ટીમે શ્રીલંકા લેજન્ડસને માત આપી હતી. આ ટુર્નામેન્ટ પૂર્ણ થયાના થોડા જ દિવસોમાં સચિન કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ તેમની ટીમના ત્રણ અન્ય ક્રિકેટરના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા હતા. આ ખેલાડીઓમાં યૂસુફ પઠાણ, ઈરફાન પઠાણ અને એસ બદ્રીનાથનો સમાવેશ થાય છે. 

 

 

27 માર્ચે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સચિનની સારવાર ઘરે ચાલી રહી હતી. પરંતુ આજે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં ચાહકોની ચિંતામાં પણ વધારો થયો છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS