સચિન અને સેહવાગ ફરી ઓપનિંગમાં રમતા જોવા મળશે

  • March 01, 2021 12:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝમાં છ ટીમો ફાઈનલ સહિત કુલ 15 મેચ રમાશે: કોરોના મહામારીના કારણે ગત વર્ષે 11 માર્ચે આ લીગને સ્થગિત કરી દેવાઈ હતીપોતાના પ્રશંસકોમાં ’ભગવાન’નો દરજ્જો મેળવી ચૂકેલા દિગ્ગજ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ ફરી એકવખત મેદાન પર ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરતા જોવા મળશે. બંને 5 માર્ચથી શરૂ થનારી રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝમાં ઈન્ડિયા લીજેન્ડ્સ તરફથી રમતા જોવા મળશે.

 


લીગમાં સચિન અને સેહવાગ સહિત દુનિયાના પૂર્વ સ્ટાર ખેલાડી રમતા જોવા મળશે, જેમાં યુવરાજ સિંહ, સનથ જયસૂયર્,િ મુથૈયા મુરલીધરન, બ્રાયન લારા અને જોન્ટી રોડ્સ વગેરે સામેલ છે. લીગમાં કુલ 6 ટીમો ભાગ લેશે. તેનું આયોજન 21 માર્ચ સુધી કરવામાં આવશે.

 


આ લીગનો ઉદ્દેશ્ય રસ્તા પર પોતાના વ્યવહાર પ્રત્યે લોકોના મનને પ્રભાવિત કરવાનો અને બદલવાનો છે. સચિન આ લીગના બ્રાન્ડ એમ્બેસડર પણ છે. રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝની શરૂઆત ગત વર્ષે થઈ હતી, પરંતુ કોવિડ-19 મહામારીના કારણે 11 માર્ચે ટૂનર્મિેન્ટ સ્થગિત કરી દેવાઈ હતી અને તેની ચાર મેચોનું જ આયોજન થઈ શક્યું હતું. હવે, તેની બાકી બચેલી મેચોનું આયોજન છત્તીસગઢની રાજધાની રાયપુરના નવનિર્મિત 65,000 દર્શકોની ક્ષમતાવાળા શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

 


કઈ ટીમમાં કયા ખેલાડીઓ રમશે?

ઈન્ડિયા લીજેન્ડ્સ
સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ, યુવરાજ સિંહ, મોહમ્મદ કૈફ, પ્રજ્ઞાન ઓઝા, નોએલ ડેવિડ, મુનાફ પટેલ, ઈરફાન પઠાણ, મનપ્રીત ગોની, યુસુફ પઠાણ, નમન ઓઝા, એક બદ્રીનાથ અને વિનય કુમાર.

 


શ્રીલંકા લીજેન્ડ્સ
તિલકરત્ને દિલશાન, સનથ જયસૂયર્,િ ફરવીઝ મહરુફ, રંગના હેરાથ, થિલન તુષારા, અજંતા મેન્ડિસ, ચમારા કપુગેદેરા, ઉપુલ થરંગા, ચમારા સિલ્વા, ચિન્તકા જયસિંઘે, ધમ્મિકા પ્રસાદ, નુવાન કુલશેખરા, રસેલ આર્નોલ્ડ, દુલંજના વિજેસિંઘે અને મલિંદા વારનપુરા.

 


વેસ્ટઈન્ડીઝ લીજેન્ડ્સ
બ્રાયન લારા, ટિનો બેસ્ટ, રિડલે જેકબ્સ, નરસિંહ દેવનારાયણ, સુલેમાન બેન, દીનાનાથ રામનારાયણ, એડમ સેનફોર્ડ, કાર્લ હૂપર, ડ્વેન સ્મિથ, રેયાન ઓસ્ટિન, વિલિમય પર્કિન્સ અને મેહન્દ્ર નાગામુટુ.

 


દક્ષિણ આફ્રિકા લીજેન્ડ્સ
જોન્ટી રોડ્સ, મોર્ને વાન વિક, ગાર્નેટ ક્રુગર, રોજર ટેલીમાક્સ, જસ્ટિન કેમ્પ, અલ્વિરો પીટરસન, નેન્ટી હેવર્ડ, એન્ડ્ર્યૂ પુટિક, લુટ્સ બોસમેન, જેન્ડર ડી બ્રુઈન, થાંડી તાશાબાલા, મોન્ડે જોન્ડેકી, મખાયા એનટિની અને લોયડ નોરિસ-જોન્સ.

 


ઈંગ્લેન્ડ લીજેન્ડ્સ
કેવિન પીટરસન, ઓવૈસ શાહ, ફિલિપ મસ્ટર્ડ, મોન્ટી પ્નેસર, નિક ક્રોમ્પટન, કબીર અલ, સાજિત મહમૂદ, જેમ્સ ટ્રેડવેલ, ક્રિસ શોફિલ્ડ, જોનાથન ટ્રોટ, રયાન સાઈડબોટમ, ઉસ્માન અફઝલ, મેથ્યુ હોગાર્ડ, જેમ્સ ટિંડલ.

 


બાંગ્લાદેશ લીજેન્ડસ
ખાલિદ મહમૂદ, નફીસ ઈકબાલ, મોહમ્મદ રફીક, અબ્દુર રઝાક, ખાલિક મશૂદ, હનન સરકાર, જાવેદ ઉમર, રાજિન સાલેહ, મેહરાબ હુસૈન, આફતાબ અહમદ, આલમગીર કબીર, મોહમ્મદ શરીફ મુશ્ફિકુર રહમાન, મૈમૂન રાશીદ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application