ગુજરાતી સીરિયલો અને નાટકમાં કામ કરી ચૂકેલી સ્નેહા જૈન બનશે 'ગહેના'

  • September 14, 2020 04:26 PM 658 views

 એક સમયે ખૂબ લોકપ્રિય થયેલી સીરિયલ 'સાથ નિભાના સાથિયા' બીજી સીઝન ટુંક સમયમાં શરુ થશે.  છેલ્લા થોડા દિવસથી સતત તેની જ ચર્ચા થઈ રહી હતી. તેવામાં સામે આવ્યું કે આ શોમાં યંગ કપલ લીડ એકટર્સ હશે. આ કપલ છે હર્ષ નાગર અને સ્નેહા જૈન.  

 
'સાથ નિભાના સાથિયા' સીરિયલના પ્રોડ્યુસર રશ્મિ જૈને કહ્યાનુસાર "કોરોનાના કારણે ઓડિશન ઓનલાઈન લીધા હતા એટલે પસંદગી કરવી મુશ્કેલ હતી. જો કે, હવે અમારી કાસ્ટ નક્કી થઈ ગઈ છે. હર્ષ નાગર અનંતના રોલમાં જોવા મળશે. હર્ષે ભૂતકાળમાં અમુક સીરિયલોમાં કામ કર્યું છે જ્યારે સ્નેહા જૈન હિંદી ટેલિવિઝન માટે નવો ચહેરો હશે. ગહેનાના રોલમાં જોવા મળનારી સ્નેહાએ અગાઉ ગુજરાતી સીરિયલો અને નાટકોમાં કામ કર્યું છે."

 

'સાથ નિભાના સાથિયા'ની પહેલી સીઝનના મહત્વના પાત્રો બીજી સીઝનમાં પણ જોવા મળશે. સાથિયા પાર્ટ- 2 મોદી પરિવારની વાત છે પણ વાર્તા નવી હશે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ 'સાથ નિભાના સાથિયા 2'નું ટીઝર લોન્ચ થયું હતું. જેમાં ગોપી વહુ એટલે કે એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્જી શોના નવા કેરેક્ટર વિશે વાત કરતી જોવા મળે છે. ગોપી ગહેના વિશે વાત કરતી સાંભળવા મળે છે. ત્યારે હવે ગહેનાનો રોલ કોણ કરશે તે ફાઈનલ થઈ ગયું છે. ત્યારે હવે આ શો ટૂંક સમયમાં જ દર્શકોનો ટીવી પર ફરી જોવા મળશે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application