ચંદ્ર મિશનની રેસમાં રશિયા જોડાયું, ચંદ્રયાન માટે ખાલી કરાવે છે ગામ

  • August 08, 2023 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ચંદ્રયાન લુના-25 મિશનની સફળતાની શક્યતા 50 ટકા : રશિયન કોસ્મોલોજિસ્ટ




વિશ્વભરની અવકાશ એજન્સીઓએ ચંદ્ર પર પોતાની નજર રાખી છે. અમેરિકાથી ચીન અને ભારતથી જાપાન સુધી ચંદ્ર પર મિશન મોકલવા મથી રહ્યું છે. ભારતીય અવકાશ એજન્સી ઈસરોનું મૂન મિશન ચંદ્રયાન-3 માર્ગ પર છે. રશિયા તેનું પ્રથમ ચંદ્ર મિશન શરૂ કરવા જઈ રહ્યું છે. આ ક્રમમાં તેણે પોતાનું એક ગામ ખાલી કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.




રશિયાએ લગભગ 50 વર્ષમાં તેનું પ્રથમ ચંદ્ર મિશન શરૂ કરવાની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. આ ચંદ્ર મિશનને લુના-25 નામ આપવામાં આવ્યું છે. આગામી 11 ઓગસ્ટના રોજ રશિયાના પૂર્વમાં આવેલ ગામ શાખ્તિન્સ્કી બસ્તીને ખાલી કરવામાં આવશે. આ ગામ તે વિસ્તારમાં આવેલું છે જ્યાં રોકેટ બુસ્ટર પડવાના છે. લોકોના જાનમાલની સલામતીને ધ્યાનમાં રાખીને ગામ ખાલી કરાવવામાં આવી રહ્યું છે.




રશિયા 50 વર્ષમાં બાદ પોતાનું ચંદ્રયાન તૈયાર કરી રહ્યું છે જેના માટે લોકોના જાનમાલની સલામતીને ધ્યાનમાં રાખીને ગામ ખાલી કરાવવામાં આવી રહ્યું છે. રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસના જણાવ્યા અનુસાર રશિયા 1976 પછી તેનું પ્રથમ મૂન લેન્ડર લુના-25 લોન્ચ કરવા જઈ રહ્યું છે. રાજધાની મોસ્કોથી લગભગ 5550 કિમી પૂર્વમાં સ્થિત વોસ્ટોચની કોસ્મોડ્રોમથી તેને અવકાશમાં મોકલવામાં આવશે.




રશિયા તેના જાણીતા અને પરીક્ષણ કરાયેલા સોયુઝ-2 રોકેટની મદદથી લુના-25 લેન્ડરને લોન્ચ કરશે. એવો દાવો કરવામાં આવે છે કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારું તે પહેલું લેન્ડર હશે. રશિયાના મૂન મિશનનો હેતુ ચંદ્ર પર પાણી અને અન્ય સામગ્રીની શોધ કરવાનો છે. રશિયાને આશા છે કે સફળ લેન્ડિંગ પછી તેનું લેન્ડર લગભગ એક વર્ષ સુધી ચંદ્રની સપાટી પર કામ કરવાનું ચાલુ રાખશે.રશિયાનું ચંદ્ર મિશન ક્યારે ચંદ્ર પર ઉતરશે તે હજુ સુધી જાણી શકાયું નથી.


મિશનની સફળતા પર શંકા

રશિયાએ વર્ષ 1976માં લુના-24 લોન્ચ કર્યું હતું. તેના વળતર પર મોડ્યુલે લગભગ 170 ગ્રામ ચંદ્રની ધૂળ પૃથ્વી પર પહોંચાડી હતી. કેટલાકને નવા મિશનની સફળતા અંગે આશંકા છે. રશિયન કોસ્મોલોજિસ્ટ વ્લાદિમીર સારદિનના જણાવ્યા અનુસાર લુના-25 મિશનની સફળતાની શક્યતા 50 ટકા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application