રાજકોટ–અમદાવાદ સેમી હાઇસ્પીડ રેલવે પ્રોજેકટમાં રશિયાએ રસ દાખવ્યો

  • February 13, 2020 11:38 AM 44 views

મુખ્યમંત્રી વિજયભાઈ પાણી સાથે કોન્સ્યૂલ જનરલ ઓફ રશિયન ફેડરેશન ઇન મુંબઇ શ્રીયુત અલ્કેસી સુરોવત્સેવ અને રશિયન સરકારના જાહેર સાહસ રશિયન રેલવેઝ  ઇન્ટરનેશનલના વાલ્દીમીર ફિનોવએ ગાંધીનગરમાં બેઠક યોજીને રાજકોટ–અમદાવાદ સેમી હાઇસ્પીડ રેલવે પ્રોજેકટમાં સહભાગી થવા માટે તત્પરતા વ્યકત કરી હતી.


મુખ્યમંત્રી સાથેની આ બેઠકમાં તેમણે કહ્યું કે રાજકોટ–અમદાવાદ સેમી હાઇસ્પીડ રેલવે પ્રોજેકટથી આ બંને વિસ્તારોના આર્થિક અને સવાગી વિકાસ માટેની વિપુલ સંભાવનાઓ રહેલી છે તે જોતા આ રશિયન કંપની તેમાં સહભાગી થવા ઉત્સુક છે.


રશિયન સરકારની આ કંપનીએ ભારતમાં નાગપુર–સિકંદરાબાદ ૫૮૦ કિ.મી.ની હાઇસ્પીડ રેલવે માટેના ડીપીઆર બનાવ્યા છે. રશિયામાં પણ સેન્ટ પિટસબર્ગથી મોસ્કો સુધી ૬૨૫ કિ.મી. લંબાઈનો હાઇસ્પીડ રેલવે પ્રોજેકટ તેમણે સફળતાપૂર્વક પૂર્ણ કર્યેા છે અને આ અંતર માત્ર ૩ કલાક, ૧૫ મિનિટમાં કાપી શકાય તેવી ઝડપે હાઇસ્પીડ રેલ સફળતાપૂર્વક કાર્યરત્ કરી છે.
આ સંદર્ભમાં તેઓ હવે ગુજરાતમાં રાજકોટ–અમદાવાદ સેમી હાઇસ્પીડ રેલવે પ્રોજેકટમાં પણ યોગદાન આપવા તત્પર છે.આ પ્રોજેકટના ડીપીઆર ગુજરાત સરકારની જી–રાઇડ કંપની તૈયાર કરે તે પછી ડિટેઇલ્ડ એન્જિનિયરિંગ ડિઝાઇન, પ્રોજેકટ એકિઝકયુશન અને સંપૂર્ણ ફાઇનાન્સ માટે પણ રશિયાનું આ રેલવે સાહસ ગુજરાત–ભારત સરકાર સાથે પરામર્શ કરી આગળ વધશે તેવી ખાતરી તેમણે મુખ્યમંત્રીને આપી હતી. ડિઝાઇન તૈયાર થયાના ૨ વર્ષમાં પ્રોજેકટ તેઓ પૂર્ણ કરશે એમ પણ તેમણે ઉમેયુ હતું.


મુખ્યમંત્રીએ રાજકોટ–અમદાવાદના માર્ગ પરના ભારે ટ્રાફિક ભારણને ઘટાડવા અને આ બે શહેરો વચ્ચે ઝડપી મુસાફરી તથા સમગ્ર વિસ્તારના ઔધોગિક વિકાસને વેગ આપવામાં આ સેમી હાઇસ્પીડ રેલવે પ્રોજેકટ અતિ મહત્વપૂર્ણ બની રહેશે તેમ બેઠકની ફળદાયી ચર્ચાઓ દરમિયાન જણાવ્યું હતું.અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે ભારત સરકારના રેલવે મંત્રાલય સાથે આ રશિયન સાહસે ભારતમાં રેલવે આધુનિકીકરણ, મોડર્ન સિલિંગ વગેરે માટે મેમોરેન્ડમ ઓફ કો–ઓપરેશન કરેલા છે અને હવે ગુજરાતમાં પણ આ સેમી હાઇસ્પીડ રેલ પ્રોજેકટ માટે તેઓ જી–રાઇડ કંપની સાથે મળીને કામ કરવા માટે ઉત્સુક છે.


મુખ્યમંત્રીએ આ પ્રોજેકટને ત્વરાએ આગળ ધપાવવા માટે આગામી શુક્રવાર તા.૧૪ ફેબ્રુઆરીએ જી–રાઇડ અને આ રશિયન સાહસને બેઠક યોજીને કાર્યયોજના ઘડવાનું સૂચન પણ કયુ હતું. રશિયન રેલવેઝ  ઇન્ટરનેશનલના વાલ્દીમીર ફિનોવે ગુજરાતમાં પોર્ટસથી ફ્રેઇટ કોરિડોર્સ માટે રેલવે કનેકટીવીટી વધારવા તેમજ પેસેન્જર રેલવે અને માલ વાહક ટ્રેનની હયાત સ્પીડ વધારવા માટેના નવા પ્રોજેકટસ માટે પણ સહયોગ આપવાની ઇચ્છા દર્શાવી હતી. મુખ્યમંત્રીએ આ વિષયે ગુજરાત સરકાર ભારતીય રેલવે અને કેન્દ્ર સરકાર સાથે વાતચિત કરીને સહયોગની સંભાવનાઓ ચકાસશે તેમ જણાવ્યું હતું.મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન, મુખ્યમંત્રીના અગ્રસચિવ એમ. કે. દાસ તથા ઉધોગ કમિશનર રાહત્પલ ગુા અને ઇન્ડેકસ–બીના એમ.ડી. નિલમ રાની આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતાં


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application