રશિયાની કોરોના વેકસીન એકે–૪૭ જેટલી જ વિશ્વસનીય છે: વ્લાદિમીર પુતિન

  • May 08, 2021 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રશિયન પ્રમુખે જણાવ્યું છે કે તેમના દેશની તમામ વેકસીન વધારે અસરકારક અને વિશ્વસનીય છે

 



રશિયાના રાષ્ટ્ર્ર પ્રમુખ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે રશિયાની કોરોના વેકસીન એકે–૪૭ જેટલી જ વિશ્વસનીય છે. રશિયાએ અત્યાર સુધી કોરોના વાયરસની ચાર વેકસીનને મંજૂરી આપી છે.

 


પુતિને જણાવ્યું છે કે રશિયાની કોરોના વેકસીન એકે–૪૭ જેટલી જ વિશ્વસનીય છે. આ અમે નહીં પરંતુ એક યુરોપિયન એકસપર્ટે કહ્યું છે અને મને લાગે છે કે તે એકદમ સત્ય છે. નોંધનીય છે કે એકે–૪૭ વિશ્વમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતા હથિયારોમાંનું એક છે.

 


એક વિડીયો કોન્ફરન્સ દરમિયાન નાયબ વડાપ્રધાન તાત્યાના ગોલિકોવાએ પુતિનના હવાલેથી જણાવ્યું હતું કે, અમારી મેડિકેશન એવી ટેકનિક અને પ્લેટફોર્મ પર આધારીત છે જેને દાયકાઓ સુધી ઉપયોગમાં લઈ શકાય છે. તે અત્યતં આધુનિક અને અપ ટૂ ડેટ છે. તેમાં કોઈ શંકા નથી કે તે સૌથી વધારે વિશ્વસનીય અને સુરક્ષિત છે.

 


અગાઉ રશિયાએ કોવિડ–૧૯ વિદ્ધ પોતાની સ્પુટનિક વીના પ્રથમ ડોઝ ધરાવતા સંસ્કરણને ગુવારે તે તર્ક આપીને મંજૂરી આપી દીધી છે કે આ નિર્ણયથી કોરોના સામે એન્ટિબોડી પ્રા કરવાની પ્રતિક્રિયા ઝડપી બનશે. વેકસીનના આ ડોઝને સ્પુતનિક લાઈટ છે અને તે બે ડોઝની સ્પુટનિક વીનો પ્રથમ ડોઝ છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS