આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી મિશનના પ્રતિનિધિઓ ઝાપોરિઝ્ઝિયા પરમાણુ પ્લાન્ટમાંથી રવાના થયાના 10 મિનિટ પછી જ થયો હતો ડ્રોન હુમલો
રશિયાએ ગતરોજ યુક્રેન પર આરોપ લગાવતા કહ્યું હતું કે, યુક્રેને ત્રીજા દિવસે ડ્રોન વડે રશિયન-નિયંત્રિત ઝાપોરિઝ્ઝિયા પરમાણુ પ્લાન્ટ પર હુમલો કર્યો હતો પરંતુ યુક્રેનિયન અધિકારીઓએ તેના આ આરોપો નકારી કાઢ્યા અને કહ્યું કે કિવને હુમલાઓ સાથે કોઈ લેવાદેવા નથી. યુક્રેને છેલ્લા ત્રણ દિવસમાં પ્લાન્ટ પર થયેલા ઘણા ડ્રોન હુમલા પાછળ તેનો હાથ હોવાનો ઇનકાર કર્યો છે, જેમાં રવિવારના ત્રણ હુમલાનો સમાવેશ થાય છે. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી એ કહ્યું હતું કે આ હુમલાઓથી પરમાણુ સલામતી જોખમમાં મૂકાઈ હતી.
રશિયન-નિયંત્રિત પ્લાન્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઝાપોરિઝ્ઝિયા પરમાણુ પ્લાન્ટના અનન્ય તાલીમ કેન્દ્ર પર હુમલો કરવામાં આવ્યો હતો, ડ્રોન પ્રશિક્ષણ કેન્દ્રની છત પર પડ્યું હતું જો કે, કોઈને ઈજા થઈ ન હતી. ક્રેમલિને કહ્યું છે કે ડ્રોન હુમલા યુક્રેન દ્વારા કરવામાં આવ્યા હતા અને તે અત્યંત ગંભીર સંભવિત પરિણામોનું કારણ બની શકે તેમ હતા. યુક્રેનની મિલિટરી ઈન્ટેલિજન્સે કહ્યું કે કિવે પરમાણુ સુવિધાઓ પર હુમલો કર્યો નથી.
યુક્રેનની મિલિટરી ઈન્ટેલિજન્સના પ્રવક્તા એન્ડ્રી યુસોવે રાષ્ટ્રીય ટીવી પર જણાવ્યું હતું કે, યુક્રેનની સ્થિતિ સ્પષ્ટ છે કે અમે પરમાણુ સુવિધાઓ પર કોઈ લશ્કરી કાર્યવાહી અથવા ઉશ્કેરણી કરતા નથી. યુક્રેનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે રશિયા જ ઝાપોરિઝ્ઝિયા પ્લાન્ટ માટે એકમાત્ર ખતરો છે, જેણે પરમાણુ પાવર પ્લાન્ટને હાઇજેક કરવાનો પ્રયાસ કર્યો છે." સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે તાલીમ કેન્દ્ર પર ડ્રોન હુમલો આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી મિશનના પ્રતિનિધિઓ પસાર થયાના 10 મિનિટ પછી થયો હતો.
યુરોપિયન યુનિયનની વિદેશ નીતિના વડા જોસેપ બોરેલે મંગળવારે જણાવ્યું હતું કે પ્લાન્ટ પર ડ્રોન હુમલાથી ખતરનાક પરમાણુ અકસ્માતોનું જોખમ વધે છે. આવા હુમલાઓ બંધ થવા જોઈએ. રાજદ્વારીઓએ જણાવ્યું હતું કે, યુક્રેનમાં રશિયન હસ્તકના ઝાપોરિઝ્ઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પરના હુમલા અંગે ચર્ચા કરવા માટે રશિયા દ્વારા બોલાવવામાં આવેલા યુએન પરમાણુ વોચડોગના 35-રાષ્ટ્રીય બોર્ડ ઓફ ગવર્નર્સની બેઠક ગુરુવારે યોજાવાની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMભારતે પાકિસ્તાનને ધોબી પછાડ આપતા જામનગરમાં જીતનો જબરદસ્ત જશ્ન
February 24, 2025 04:50 PMકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જીલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઇ લોકો સાથે સંવાદ કર્યો
February 24, 2025 04:19 PMબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech