રશિયાએ કોરોનાની બીજી વેક્સિનને આપી મંજૂરી

  • October 28, 2020 02:04 AM 629 views

કોરોના વાયરસ મહામારીના વધતા પ્રકોપ વચ્ચે રશિયાથી એક સારા સમાચાર આવ્યા છે. રશિયાએ પોતાની બીજી કોરોના વાયરસ રસી રજિસ્ટર્ડ કરી છે. રશિયાની બીજી રસીનું નામ EpiVacCorona છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ રશિયાએ કોરોના વાયરસની પહેલી રસી Sputnik-V-ને મંજૂરી આપી હતી. જે દુનિયાભરમાં કોવિડ-19ની પ્રથમ રસી છે.


રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને( ) બુધવારે કેબિનેટ સભ્યો સાથે એક વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન આ જાહેરાત કરી. વ્લાદિમિર પુતિને કહ્યું કે, મારી પાસે એક સારા સમાચાર છે. નોવોસિબિર્સ્ક વેક્ટર સેન્ટરે આજે કોરોના વાયરસની બીજી રશિયન રસી રજિસ્ટર્ડ કરી છે. તેમણે કહ્યું કે, આપણે પહેલી અને બીજી રસીના ઉત્પાદનને વધારવાની જરૂર છે. આપણે આપણા વિદેશી સહયોગીઓ સાથે સહયોગ કરવાનું ચાલુ રાખીશું અને રસીને વિદેશમાં પણ પ્રોત્સાહન આપીશું.


રશિયાએ EpiVacCorona રસીનું નિમર્ણિ સાઈબેરિયાના વર્લ્ડ ક્લાસ વાયરોલોજી ઈન્સ્ટિટ્યૂટ (વેક્ટર સ્ટેટ રિસર્ચ સેન્ટર ઓફ વાયરોલોજી એન્ડ બાયોટેક્નોલોજી)માં કર્યું છે. આ રસીએ સપ્ટેમ્બરમાં પોતાના પ્રાથમિક તબક્કાના માનવ પરીક્ષણને પૂરું કર્યું હતું અને માનવ પરીક્ષણના પરીણામોને પ્રકાશિત કરવાના હજુ બાકી છે. આ બાજુ વેક્સિનના ત્રીજા તબક્કાનું પરીક્ષણ પણ હજુ શરૂ થયું નથી.


રશિયન સરકારે જણાવ્યું કે નોવોસિબિર્સ્ક વેક્ટર સેન્ટરે બીજી કોરોના વાયરસ રસી EpiVacCorona   રજિસ્ટર્ડ કરી છે. પહેલી રસી  Sputnik- V -  થી અલગ આ રસી સિન્થેટીક વાયરસ પ્રોટીનનો ઉપયોગ કરીને એક એન્ટીબોડી પ્રતિક્રિયાને ટ્રિગર કરે છે, જ્યારે સ્પુતનિક વી અનુકૂલિત  Adenovirus Strains નો ઉપયોગ કરે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application