કોરોના સામે લડવા ગ્રામીણ મહિલાઓને ૧૭ લાખ જેટલા માસ્ક બનાવવાનો ઓર્ડર મળ્યો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના મહામારીની લડત દરમ્યાન માસ્કની ગુજરાતમાં અછત પ્રવર્તી રહી છે ત્યારે વિપુલ માત્રામાં માસ્ક બનાવવાનો મોટો ઓર્ડર રાજ્યની ગ્રામીણ મહિલાઓને મળ્યો છે. રાજ્યની ૫૦૦ જેટલી મહિલાઓએ માસ્ક બનાવવાની કામગીરી શરૂ કરી છે. આ મહિલાઓ થોડાં સમયમાં ૧૭ લાખ જેટલા માસ્ક બનાવીને બજારમાં ઉપલબ્ધ કરાવશે.રાજ્યના મેડીકલ સ્ટોરમાં માસ્કની તંગી છે અને જ્યાં છે ત્યાં કાળાબજાર ચાલે છે જેથી સામાન્ય લોકોને માસ્કના વધુ દામ ચૂકવવા પડે છે. કેટલાક વેપારીઓ બે રૂપિયા માસ્કના ૨૦ રૂપિયા પડાવી લેતા હોય છે. મેડીકેટેડ માસ્કની કિંમત તો ૨૦૦ રૂપિયાને પણ ક્રોસ કરી ગયેલી છે. આવા સંજોગોમાં કોરોના વાયરસની લડતમાં ગ્રામીણ મહિલાઓએ યોગદાન શરૂ કર્યું છે.


કોરોના મહામારીની લડતમાં રાજયના ૧૦૩ સ્વસહાય જૂથની અંદાજિત ૪૬૭ ગ્રામીણ મહિલાઓ માસ્ક બનાવી રાજયના નાગરિકોને કોરોનાથી સંક્રમિત થતા અટકાવવાની દિશામાં વિશેષ યોગદાન  આપી રહી છે. ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય તથા ગુજરાત સરકારના ગ્રામીણ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની અંતર્ગત રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (મિશન મંગલમ) હેઠળની રાજયના અમદાવાદ, અમરેલી, ભાવનગર, કચ્છ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્રારકા, નર્મદા, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, ભરૂચ, બોટાદ, દાહોદ જિલ્લાની સિલાઈ કામની તાલીમ લીધેલ ગ્રામીણ મહિલાઓ દ્વારા માસ્ક બનાવવાની સતત કામગીરી કરવામાં આવી રહી છે.


રાજ્યના ગ્રામ વિકાસ કમિશ્રનર મનોજ અગ્રવાલે ગ્રામીણ સ્વસહાય જૂથની મહિલાઓને પ્રોત્સાહન આપતા કહ્યું હતું કે, મહિલાઓના આ અનોખા પ્રયાસોથી ગુજરાતના નાગરિકોને નજીવી કિંમતે માસ્ક મળી રહેશે તથા મહિલાઓને આજીવિકા પણ પ્રાપ્ત થશે. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપનીના મેનેજીંગ ડિરેક્ટર ડીડી કાપડીયાએ જણાવ્યુ હતું કે, આ મહિલાઓને અત્યાર સુધી અંદાજીત રૂપિયા ૩૦ લાખના માસ્ક બનાવવાનો ઓર્ડર પણ મળ્યો છે અને ૩.૧૭ લાખ જેટલા માસ્ક બનાવવાના ઓર્ડર પણ આપવામાં આવશે. આ માસ્ક તદ્દન સસ્તા દરે લોકોને ઉપલબ્ધ બનાવવામાં આવશે જેથી મેડીકલ સ્ટોરમાં મળતા માસ્કની કિંમત ઘટશે અને લોકોને મુસીબતનો સામનો કરવો નહીં પડે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS